બેશરમીની હદ ! દિલ્લીની DTC બસમાં બિકિની પહેરી ચઢી યુવતિ, યાત્રીઓને કર્યા ઇશારા- જુઓ વીડિયો

મેટ્રો બાદ હવે DTC બસમાં પણ બિકિની ગર્લ, અર્ધનગ્ન યુવતિનો વીડિયો વાયરલ, લોકો ભરાયા ગુસ્સો

દિલ્લીની બસમાં બિકિની ગર્લ…મેટ્રો બાદ બસમાં પણ સામે આવ્યો આ મામલો, વાયરલ વીડિયો પર વહેંચાયુ સોશિયલ મીડિયા

બરાબર એક વર્ષ પહેલા મેટ્રો બિકીની ગર્લ ખૂબ હેડલાઇન્સમાં રહી હતી, રિધમ ચનાના નામની એક છોકરી દિલ્હી મેટ્રોમાં બિકીની પહેરીને મુસાફરી કરવા લાગી હતી. તેના વીડિયો ઘણા મહિનાઓ સુધી વાયરલ થયા હતા. ત્યારે હવે વધુ એક મહિલાનો વીડિયો સામે આવ્યો છે. આ મહિલા પણ રિધમની જેમ બિકીની પહેરીને મુસાફરી કરતી જોવા મળે છે.

મહિલાની વિચિત્ર હરકતોથી કંટાળીને યુવક તેની જગ્યાએથી બીજી જગ્યાએ જતો રહ્યો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા DTC બસના દરવાજા પાસે અર્ધ-નગ્ન હાલતમાં ઊભી છે. બસમાં અન્ય મુસાફરો પણ બેઠા છે. બસ કંડક્ટર પણ મહિલા પાસે ઉભો છે, જે થોડીવાર પછી ત્યાંથી નીકળી જાય છે. આ DTC બસ હોવાનું કહેવાય છે.

જો કે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી. દિલ્હીની બસમાં અર્ધ-નગ્ન મહિલાના વાયરલ થયેલા વીડિયો પર લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. એક લખ્યું, ‘આ ખોટું છે.’ બીજાએ લખ્યું, ‘દિલ્હી પોલીસે તેને જેલમાં ધકેલી દેવી જોઈએ.’ જ્યારે અન્ય એક લખ્યું, ‘આની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.’ ત્યાં ઘણા લોકોએ દિલ્હી પોલીસ અને સરકારને આના પર કાર્યવાહી કરવા કહ્યું.

Shah Jina