હેવાનિયતની તમામ હદ પાર ! સસરાએ મહિલાને પહેલા નવડાવી અને પછી બહાર આવતા જ કરી એવી ગંદી હરકત કે જાણી લોહી ઉકળી ઉઠશે

સુરત: સસરાએ વહુ સાથે કરી તમામ હદો પાર, પહેલા બાથરૂમમાં ઠંડા પાણીએ નવડાવી અને પછી બહાર આવી તો…

ગુજરાતમાંથી છાસવારે ઘણી ગુનાહિત પ્રવૃત્તિઓ સામે આવતી રહે છે અને તેમાં પણ આવી પ્રવૃત્તિઓમાં સુરત અગ્રેસર જણાઇ રહ્યુ છે. હાલમાં સુરતમાંથી જે ઘટના સામે આવી છે, તે ખરેખર ચોંકાવનારો છે. સુરતના ઉઘના મગદલ્લા રોડ પર રહેતા સસરાએ તેની 42 વર્ષિય વહુ સાથે એવી ગંદી હરકત કરી કે સમગ્ર કિસ્સો વાંચી તમારા હોંશ ઉડી જશે.

વહુએ કહ્યુ કે, તેના સસરાએ તેના પર ગરમ પાણી નાખી તેને દઝાડી દીધી. ઘરેલુ હિંસામાં ત્રણ દિવસથી તેને માર મારવામાં આવી રહ્યો છે. જો કે, આ પહેલીવાર નથી. આ પહેલા પણ આવી ઘટના બની છે. આ મહિલાના લગ્નને 22 વર્ષ જેટલો સમય થઇ ગયો છે તેના સસરા તેને અવાર નવાર પરેશાન કરતા હતા.

ઘટનાની વિગત તપાસીએ તો, આજે પીડિતા પર ઠંડુ પાણી નાખી પહેલા તેને નવડાવી અને તે જયારે બાથરૂમમાંથી બહાર આવી ત્યારે તેના પર ગરમ પાણી ભરેલી તપેલી નાખી. પીડિતાએ તેને બચાવવા મોઢુ ઢાંક્યુ તો તે પીઠના ભાગે દાઝી ગઇ. તે બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. આવું પીડિતા ઘણા વર્ષોથી સહન કરી રહી છે. તેને સાસુ-સસરાના અત્યાચારને લઇને પોલિસ ફરિયાદ પણ કરી હતી પરંતુ તે કલાકો સુધી બહાર રહેવા મજબૂર બની હતી. ત્યારે હવે તો માત્ર તેને મોત જ બહાર કાઢી શકે તેવું તેનું કહેવુ છે.

આજે સવારે પીડિતા સાથે એવું બન્યુ કે, તેની સાસુએ કહ્યુ કે વહુએ તેના પર પાણી રેડ્યુ એટલે સસરા દોડી આવ્યા અને અને વહેલી સવારે બાથરૂમમાં ઠંડીમાં ઠંડા પાણીથી નવડાવી અને તે બહાર આવી તો તેના પર ઉકળતુ પાણી રેડ્યુ. જેથી તેણે તેનું મોઢુ બચાવ્યુ તો તે પીઠના ભાગે દાઝી ગઇ. આ બધો તમાશો તેનો પતિ અને તેનો 17 વર્ષનો દીકરો જોતો રહ્યો પરંતુ બચાવવા કોઇ ન આવ્યુ. પીડિતાના માતા-પિતાનું મોત થઇ ગયુ છે અને હવે તેનો ભાઇ છે, જે મધ્યસ્થી થાય તો આ લોકો મારવાની ધમકી આપે છે. પીડિતાએ કહ્યુ, લગભગ 2.5 વર્ષથી ઘરેલુ હિંસાનો કેસ કોર્ટમાં ચાલે છે અને હવે એવું લાગે છે કે મારુ મોત થશે પછી જ કોર્ટ કેસનો નિકાલ આવશે.

પરણિતાએ આ બાબતે જણાવ્યુ હતુ કે, જયારે સવારે તેના સાસુએ સસરાને કહ્યુ કે વહુએ મારી પર પાણી રેડ્યુ ત્યારે તેઓ દોડીને આવી ગયા અને બાથરૂમમાં ઘૂસી ઠંડા પાણીથી નવડાવી. તે બાદ જયારે તે બહાર આવી તો ઉકળતુ પાણી મોછા પર ફેક્યુ પરંતુ તે મોઢુ બચાવવા ગઇ તો પાઠના ભાગે દાઝી ગઇ. પરણિતાના માતા પિતા નથી માત્ર ભાઇ જ છે. જો એ મધ્યસ્થી થાય તો તેને પણ મારવાની ધમકી આપે છે. ઉલ્લેખનીય છે કે, જયારે પરણિતા સાથે આ ઘટના બની ત્યારે તેનો પતિ અને 17 વર્ષિય છોકરો પણ તમાશો જોતા રહ્યા હતા.

પીડિત મહિલા અનુસાર, ઘટના બન્યાના એક અઠવાડિયા પહેલાથી તે ત્રાસ સહન કરતી હતી. છેલ્લા ત્રણ દિવસથી તો સતત તેને માર પણ પડતો હતો. જયારે તે 100 નંબર પર ફોન કરતી તો તેનું આવી બનતુ. છેલ્લા લગભગ અઢી વર્ષથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને હવે તો તેને એવુ લાગે છે કે જયારે તે મરી જશે ત્યારે જ કોર્ટ કેસનો નિકાલ આવશે.

Shah Jina