આ મહિલાએ આ ખુંખાર પ્રાણીને બનાવ્યું પાલતુ પ્રાણી, ગળામાં પટ્ટો લગાવીને કરાવી પાણીમાં સફર, જુઓ વીડિયો

આજે મોટાભાગના લોકો પોતાના ઘરમાં પાલતુ પ્રાણીઓ રાખતા હોય છે. જેમાં શ્વાન અને બિલાડી જેવા પ્રાણીઓને લોકો મુખ્યત્વે પસંદ કરતા હોય છે. તો ઘણા દેશોની અંદર અલગ અલગ પ્રજાતિના પ્રાણીઓ પાળવાનો પણ લોકો શોખ રાખે છે. ઘણા ખુંખાર પ્રાણીઓને પણ લોકો પાળતા હોય છે, ત્યારે હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં એક મહિલા એક ખુંખાર પ્રાણીને પાલતુ પ્રાણીની જેમ ગળામાં પટ્ટો બાંધી પાણીમાં ફેરવી રહી છે.

આ ચોંકાવનારા વિડિયોમાં એક મહિલા ખતરનાક મગરના ગળામાં પટ્ટો લગાવીને પાણીમાં ચાલતી જોવા મળી રહી છે, જે જોઈને લાગે છે કે તે મગર નહીં પરંતુ તેનો પાલતુ શ્વાન હોય. વીડિયો જોયા પછી તમારી આંખો પણ ફાટી જશે. ઘણા લોકોને પ્રાણીઓને પાળવાનો શોખ હોય છે, પરંતુ પાણીમાં રહેતા ભયંકર ખતરનાક જીવો સાથે મિત્રતા કરવી એ સરળ બાબત નથી.

ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહેલો આ વીડિયો જોયા પછી તમે પણ એક મિનિટ માટે ચોંકી જશો. વીડિયોમાં એક મહિલા મગરના ગળામાં પટ્ટો બાંધીને તેને પાણીમાં ફેરવતી જોવા મળી રહી છે. વીડિયોમાં મહિલા મગર સાથે ખૂબ જ શાનદાર અને નિર્ભય રીતે ઘૂમી રહી છે, જાણે કે પટ્ટામાં મગર નથી, પરંતુ તેનો પાલતુ કૂતરો અથવા બિલાડી છે.

 

View this post on Instagram

 

A post shared by Lika Ivanova (@lika_pxl)

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જે દરેકને આશ્ચર્યચકિત કરી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે, જ્યારે હજારો ઈન્સ્ટા યુઝર્સે આ વીડિયોને લાઈક કર્યો છે. તે જ સમયે, વિડીયો જોયા પછી, યુઝર્સ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ મહિલાની બહાદુરીને સલામ કરી રહ્યા છે.

Niraj Patel