માતૃભાષાને વિદેશી લહેકાઓમાં ભેળવીને આ યુવતીએ કરી નાખ્યો કમાલ, વીડિયો જોઈને તમે પણ હસવા માટે થઇ જશો મજબુર, જુઓ

સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષય ઉપર ઘણા બધા વીડિયો બનતા હોય છે, ઘણા વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ પણ જોવા મળે છે જે આપણને પેટ પકડીને હસવા માટે પણ મજબુર કરી દેતી હોય છે, તો ઘણીવાર એવા વીડિયો પણ જોવા મળે છે જેમાં જ્ઞાન સાથે ગમ્મત પણ જોવા મળતી હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક યુવતી અલગ અલગ દેશના લહેકામાં માતૃભાષા બોલી રહી છે.

ઘણા વિદેશીઓને આપણે હિન્દી બોલતા સાંભળીએ છીએ ત્યારે સાંભળીને આપણને પણ હસવું આવી જતું હોય છે. વિશ્વના વિવિધ ભાગોમાંથી આવતા લોકો ભાષામાં તેમના મૂળ ઉચ્ચાર ધરાવે છે. વધુમાં, જ્યારે તેઓ તેમની માતૃભાષા સિવાયની ભાષાઓમાં શબ્દો બોલે છે, ત્યારે તફાવત વધુ સ્પષ્ટ બને છે. આને ધ્યાનમાં રાખીને એક કન્ટેન્ટ ક્રિએટરે કેટલાક હિન્દી શબ્દસમૂહોને જુદા જુદા વિદેશી ઉચ્ચારોમાં અજમાવતી જોવા મળી.

સોશિયલ મીડિયામાં તેઓ વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો અહિલ્યા બમરુ નામના કન્ટેન્ટ ક્રિએટર દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતા તેણે લખ્યું, “ગ્લોબલ દેશી.” વીડિયોની શરૂઆત તેણી વિડિયોમાં શું કરશે તે સમજાવીને થાય છે અને વિવિધ યુરોપીયન દેશોના ઉચ્ચારોમાં વિવિધ હિન્દી શબ્દસમૂહો બોલે છે.

આ વીડિયોને  7 દિવસ પહેલા તેને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કર્યો હતો, જેના બાદ અટાયર સુધી આ વીડિયોને 2.4 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે અને દિવસો વીતતા આ સંખ્યા સતત વધી રહી છે. નેટીઝન્સે આ યુવતીના ટેલેન્ટની પ્રશંસા કરી છે જેણે વિવિધ વિદેશી ઉચ્ચારોના ઉચ્ચારણને સરળતાથી અપનાવ્યું છે. યુઝર્સ આવા વધુ વીડિયો બનાવવા માટે કોમેન્ટમાં જણાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ahilya Bamroo (@ahillyeah)

એક યુઝર્સે કહ્યું, “હાહાહાહા તમે અદ્ભુત બબ્સ છો. ક્યારેય રોકશો નહીં,” જ્યારે અન્ય વપરાશકર્તાએ ટિપ્પણી કરી, “ફ્રેન્ચ એક સમયે હતું.” “ખરેખર હું બ્રિટિશ હિન્દીને ખૂબ બગાડવા માંગુ છું કારણ કે મને ખાતરી છે કે બ્રિટિશ અંગ્રેજી ઉચ્ચારણ મેળવી શકાતું નથી!”  ઘણા યુઝર્સ તેના વીડિયોને જોઈને પોતાનું હસવું રોકી પણ નથી શકતા.

Niraj Patel