પતિના મોત ઉપર હોસ્પિટલની લાપરવાહીને લઈને ગુસ્સે ભરાઈ પત્ની, જીજાજી આવ્યા હોસ્પિટલના બચાવમાં, પત્નીએ આપ્યો ધારદાર જવાબ

બિહારના ભાગલપુરની અંદર રુચિ શર્માએ હાલમાં જ પોતાના પતિની મોત માટે હોસ્પિટલની લાપરવાહીને જવાબદાર ગણાવી. તેને મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે રાજેશ્વર હોસ્પિટલ સમેત કેટલીક હોસ્પિટલની દયનિય હાલત છે અને ઓકિસજનની કમીને પોતાના પતિના મોત માટે જવાબદાર ગણાવ્યું છે. હવે આ મામલામાં મહિલાના જીજાજી અને હોસ્પિટલ પ્રસાશન દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે.

રાજેશ્વર હોસ્પિટલના મેનેજર સત્યેન્દ્ર સિંહ દ્વારા ફેસબુક ઉપર રિલીઝ કરવામાં આવેલા એક વીડિયોની અંદર કહેવામાં આવ્યું છે કે રોશન દાસને 26 એપ્રિલના રોજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમની હાલત ખુબ જ ગંભીર હતી. ઓકિસજન લેવલ 60-70 જ હતું અને તેમને તરત ભરતી કરીને સારવાર કરવામાં આવી. ઈલાજ દરમિયાન તેમના પરિવારજનો દ્વારા કોઈપણ પ્રકારની કોઈ ફરિયાદ નહોતી કરવામાં આવી.

તેમને આગળ જણાવ્યું કે અમારી હોસ્પિટલમાં ઓકિસજનની કોઈ ઉણપ નથી અને અમને સરકારનો બરાબર સપોર્ટ મળી રહ્યો છે. રોશન દાસની પત્નીના આરોપો બાદ કોરોના કાળમાં સતત મહેનત કરી રહેલા હોસ્પિટલ સ્ટાફનું મનોબળ તૂટ્યું છે. રોશન દાસની પત્નીના બધા જ આરોપો પાયા વિહોણા છે.

તો આ મામલામાં હોસ્પિટલમાં સોફ્ટવેરનું કામ સાચવનારા અને મહિલાના પતિના જીજાજીએ હોસ્પિટલની પ્રસંશા કરી છે. આ વ્યક્તિએ પણ ફેસબુક ઉપર વીડિયોના સહારે કહ્યું છે કે બિહારના કેટલાક ક્ષેત્રોમાં ઓક્સિજનની ઉણપ થઇ શકે છે પરંતુ તેમની હોસ્પિટલમાં તેની કોઈ કમી નથી.

તેમને આગળ જણાવ્યું છે કે કર્મચારીઓથી લઈએં સિનિયર ડોક્ટર, દર્દીઓની એક એક મિનિટની હાલત જુએ છે. દુર્ભાગ્યથી રોશનને ના બચાવી શકાયો. પરંતુ કર્મચારીના રૂપમાં, ડોકટરના રૂપમાં આટલી વધારે મહેનત કર્યા બાદ પણ આ પ્રકારનો વ્યવહાર થાય છે તો આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

રુચિ શર્માએ આ મામલામાં વીડિયો બનાવીને આ આરોપોનો જવાબ આપ્યો છે. તેમને કહ્યું છે કે આ મામલામાં કહેવા માંગુ છું કે રોશનના જીજાજી સંતોષ કુમાર દાસ દ્વારા તેને 26 તારીખે ભરતી કરવામાં આવ્યો હતો અને પછી ત્યાંથી ચાલ્યા ગયા. આ મામલામાં એજ વ્યક્તિના નિવેદનને પ્રસાંગિક માનવામાં આવે છે જે આઇસીયુમાં રોશન સાથે 13-14 કલાક હાજર રહ્યું અને તે હું છું. સંતોષ કુમારના નિવેદનને નહિ કારણ કે તે ત્યાં હતો જ નહીં.

તેને આગળ કહ્યું છે કે મને સરકાર સામે કોઈ ફરિયાદ નથી. ના હોસ્પિટલના માલિક પાસે કોઈ ફરિયાદ છે. અને ના સત્યેન્દ્ર સાહેબ પાસે કોઈ ફરિયાદ છે. મને ફક્ત હોસ્પિટલના સ્ટાફ પાસે ફરિયાદ છે.

આ હોસ્પિટલની અંદર ડોક્ટરથી લઈને સ્વીપર સુધી બધા જ ભ્રષ્ટાચારમાં વીંટળાયેલા છે. મારા પતિ ક્રિટિકલ હતા. તે છતાં પણ લાપરવાહીના કારણે આખી રાત દવા જ ના આપવામાં આવી.

તેને કહ્યું કે મારા પતિની મોત સવારે 5 વાગે થઇ હતી. સવારે 4 વાગે તેમને ઓક્સિજનની ઉણપ થવા લાગી. મારા ભાઈએ એ સમયે સંતોષ કુમાર દાસને ફોન કર્યો હતો કે રોશનને ઓક્સિજનની તકલીફ થઇ રહી છે. તે સમયે તેમને કહ્યું હતું કે અત્યારે તો નહીં થઇ શકે અને મારા પતિ ઓક્સિજનની ઉણપના કારણે મોતને ભેટ્યા. એવામાં જો કોઈ કહી રહ્યું છે કે હોસ્પિટલમાં ઓક્સિજનની ઉણપ નથી તો તે એકદમ ખોટું બોલી રહ્યું છે.

Niraj Patel