પરણિત મહિલા ડૂબી ગઈ સેનાના જવાનના પ્રેમમાં, પતિએ આપી દીધા છૂટાછેડા અને પછી થયું એવું કે કોઈએ કલ્પના પણ નહોતી કરી

પરિણીત મહિલાને સૈનિક સાથે થયો ગળાડૂબ પ્રેમ થયો, પતિને આપ્યા ડિવોર્સ અને પછી…

આજના આધુનિક યુગની અંદર પ્રેમ ઘરની ચાર દીવાલોની અંદર બેઠા બેઠા પણ લોકોને થઇ જતો હોય છે. પ્રેમ કોને ક્યારે અને ક્યાં થઇ જાય એ કઈ કહેવાય એમ નથી, ઘણા લોકોએ એવું પણ કહેતા હોય છે કે પ્રેમ આંધળો હોય છે, અને આ આંધળા પ્રેમમાં ડૂબીને ઘણા લોકો બરબાદ પણ થઇ જતા હોય. હાલ આવી જ એક પ્રેમ કહાની સામે આવી છે જેમાં પરિણત મહિલાને એક આર્મીના જવાન સાથે પ્રેમ થઇ ગયો હતો, પરંતુ આ પ્રેમનું પરિણામ દુઃખદ આવ્યું.

આ મામલો સામે આવ્યો છે બિહારના છપરામાંથી. જ્યાં એક પરણિત મહિલાની એક અનોખી કહાની સામે આવી છે. આ મહિલાને સૈન્યના એક જવાન સાથે પ્રેમ થઇ ગયો હતો. જેના બાદ મહિલાએ પોતાના પતિને છૂટાછેડા આપી દીધા અને જવાન સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ ખાસ વાત તો એ હતી કે આ જવાન પહેલાથી જ પરણિત હતો.

જવાન પરણિત હોવા છતાં પણ તેને બીજી મહિલા સાથે લગ્ન કર્યા અને એક દીકરીનો પિતા પણ બની ગયો. અને હવે લગ્નના એક વર્ષ પછી સેનાના જવાને પોતાની બીજી પત્નીને સાથે રાખવાથી ઇન્કાર કરી દીધો છે.

આ સમગ્ર મામલો સારણ જિલ્લાના તરૈયા પોલીસ સ્ટેશન ક્ષેત્ર અંદર આવેલા છપિયા ગામનો છે. જ્યાં પહેલી પત્ની હોવા છતાં પણ બીજી પત્ની તેના ઘરે પહોંચી અને બંને વચ્ચે બોલચાલ પણ થઇ ગઈ. જેના બાદ આ મામલો મારપીટમાં પણ બદલાઈ ગયો હતો. બંનેએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આવેદન પણ કર્યું.

સેનાના જવામ સુનિલ પ્રસાદ મહેતાની પહેલી પત્ની માલા મહેતાએ જણાવ્યું કે તેના લગ્ન સુનિલ સાથે વર્ષ 2013માં થયા હતા. ત્યારથી તે સુનિલ સાથે રહે છે. અચાનક કાનપુરની ઐશ્વર્યા તેના પતિના જીવનમાં આવી ગઈ.એવામાં બંને વચ્ચે હવે વિવાદ થવા લાગ્યો છે. 2019માં બીજી પત્ની હોવાનો દાવો કરનારી મહિલાના પતિની સૂઝ બુઝ અને સહયોગથી મામલો પૂરો થઇ ગયો હતો, પરંતુ હવે મહિલા ઘરે આવી અને મારઝૂડ કરી રહી છે. તેને લઈને પોલીસ સ્ટેશનમાં કેસ કરવામાં આવ્યો છે.

બીજી પત્ની હોવાનો દાવો કરી રહેલી ઐશ્વર્યાએ જણાવ્યું કે કેન્ટીનમાં સમાન લેવા દરમિયાન સુનિલ સાથે તેની પહેલી મુલાકાત થઇ હતી. બંને વચ્ચે વાત વાતમાં જ પ્રેમ થઇ ગયો. પોતાના પતિને છૂટાછેડા આપીને 2019માં કાનપુરના એક મંદિરમાં લગ્ન કરી લીધા હતા. ત્યારથી કાનપુરમાં  ભાડાનું મકાન લઈને બંને સાથે રહેતા હતા.

સુનિલ રજાઓમાં જમ્મુથી આવતો જતો હતો. જે સમજોતો આર્મી કેમ્પમાં થયો હતો, તેમાં જવાનની નોકરી ના જાય એ કારણથી તે ચૂપ રહી. ત્યારબાદ ટ્રેનથી લઇ જવા દરમિયાન ચંડીગઢમાં છોડીને સુનિલ ફરાર થઇ ગયો હતો. હવે ઐશ્વર્યાએ ઘરના આંગણામાં જ પોતાની દીકરી સાથે આશરો લઇ લીધો છે. હવે ડીએનએ દ્વારા એ સાબિત થઇ જશે કે બાળકીનો પિતા કોણ છે. પરંતુ પતિ હવે ભાગતો ફરી રહ્યો છે.

Niraj Patel