રસ્તા વચ્ચે ડાન્સના ઠુમકા લગાવીને પાકિસ્તાની યુવતીએ યુવકને કર્યો આકર્ષિત, યુવકે લીક કર્યો સમગ્ર ઘટનાનો વીડિયો

આજના આધુનિક સમયમાં લોકો પોતાનો સમય મોટાભાગે સોશિયલ મીડિયા પર જ વિતાવે છે.સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો જોવા મળી જતા હોય છે. જેમાના અમુક ફની, અમુક પ્રેરણાત્મક તો એમુક એવા હેરાન કરી દેનારા હોય છે કે તેમના પર વિશ્વાસ જ કરવો અશક્ય બની જાય છે. આજના સમયમાં યુવાઓ માટે સોશિયલ મીડિયા ફેમસ થવાનું માધ્યમ બની ગયું છે. યુવાઓ સોશિયલ મીડિયા દ્વારા પોતાનું હુનર દેખાડે છે જેથી તે લોકો સુધી પહોંચી શકે અને પોતે ફેમસ થઇ શકે. એવો જ એક વીડિયો પાકિસ્તાનના ઇસ્લામાબાદમાંથી સામે આવ્યો છે.

ઈસ્લામાબાદમાં રસ્તા વચ્ચે જ એક યુવતીને ડાન્સ કરતા જોવામાં આવી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતીએ પોતાના મોબાઇમાં સોન્ગ ચાલુ કર્યું અને તે રસ્તા વચ્ચે જ ડાન્સ કરવા લાગે છે. આ સિવાય યુવતીએ નો પાર્કિંગ સાઈન પોલ પર પોલ ડાન્સ પણ કર્યો. યુવતીએ પોતાના ડાન્સ દ્વારા ત્યાના રાહદારી યુવકને આકર્ષિત કર્યો અને યુવકે તેનો વિડીયો પણ રેકોર્ડ કર્યો હતો.યુવતીના ડાન્સિંગ વીડિયોની ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે અને લોકો વીડિયો પર જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

અમુક લોકો યુવતીના માસનિક સ્વાથ્ય પર સવાલ ઉઠાવી રહ્યા છે. જ્યારે અમુક લોકોએ કહ્યું કે યુવતીનો રસ્તા વચ્ચે આવા પ્રકારનો ડાન્સ કરવો એકદમ અમાન્ય છે. અમુક લોકો યુવતીની આવી ગંદી હરકતથી નારાજ થયા છે અને તેના વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગણી કરી રહ્યા છે. અમુકે કહ્યું કે જે યુવકે તેનો વીડિયો રેકોર્ડ કર્યો છે તેને ઓનલાઇન પોસ્ટ કરવાનો કાનૂની અધિકાર બિલકુલ પણ નથી. યુવતીની અનુમતિ વગર તેનો વિડીયો પોસ્ટ કરવો અનૈતિક છે.જ્યારે અમુક લોકોનું માનવું છે યુવતી નશામાં ધૂત થઈને ડાન્સ કરી રહી છે.જ્યારે અમુક લોકો યુવતીના સમર્થનમાં ઉતર્યા હતા અને કહ્યું કે લોકોએ પોતના કામ થી મતલબ રાખવો જોઈએ અને બીજાના કામથી દૂર રહેવું જોઉએ.યુવતી કોઈને નુકસાન નથી પહોંચાડી રહી અને તેને દિલ ખોલીને ડાન્સ કરવા દેવો જોઈએ.

Krishna Patel