શર્મનાક હરકત, મહિલાના અરબી પ્રિંટવાળા કપડા જબરદસ્તી ઉતારવા કર્યુ દબાણ, લેડી ASP સિંઘમ સ્ટાઇલમાં આવી બચાવી લઇ ગઇ…વાયરલ થયો વીડિયો

અરબી પ્રિન્ટ વાળા મહિલાના કપડા પર ભડક્યા લોકો, ચારે બાજુથી ઘેરી અને પછી…સામે આવ્યો ખૌફનાક વીડિયો- જુઓ

પાકિસ્તાનમાં ભીડે એક મહિલા સાથે જે કર્યુ તે જોઇ કોઇના પણ રૂંવાડા ઊભા થઇ જાય. એક એકલી મહિલાને ભીડે ઘેરી લીધી અને તેના પાછળનું કારણ છે તેના કપડા…મહિલાએ અરબી પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો હતો, પણ પાકિસ્તાનના લોકો માનતા હતા કે આ કુરાનની આયતો છે. ભીડે મહિલા પર ઈશનિંદાનો આરોપ લગાવ્યો. સદનસીબે મહિલાની મદદ માટે પોલીસ યોગ્ય સમયે પહોંચી ગઇ હતી. પોલીસે તેને પોતાની સુરક્ષામાં રાખી, જેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં સ્થાનિક મહિલા પોલીસકર્મીને કહેતા સાંભળી શકાય છે કે મહિલા તેના પતિ સાથે ખરીદી કરવા નીકળી હતી ત્યારે ટોળાએ તેના પર હુમલો કર્યો હતો. ભીડે તેને કપડાં ઉતારવા કહ્યું. પોલીસકર્મીની ઓળખ એએસપી સૈયદા શહરબાનો નકવી તરીકે થઈ છે અને પંજાબ પોલીસે આ ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં ઘટનાસ્થળે હાજર રહેલા અને પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરનાર અધિકારીની પ્રશંસા કરવામાં આવી હતી.

તે મહિલાને ભીડથી દૂર લઈ જતા જોઈ શકાય છે.એક રેસ્ટોરન્ટમાં એક મહિલા તેના ચહેરા પર હાથ રાખીને ઉભી હોવાનો વીડિયો સામે આવ્યો છે. રેસ્ટોરન્ટની બહાર લોકોની ભીડ હતી. એટલામાં જ પોલીસ ત્યાં પહોંચી ગઈ. પોલીસે રેસ્ટોરન્ટને ઘેરી લીધી અને મહિલાને સુરક્ષિત બહાર કાઢી. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પંજાબ પોલીસ ઓફિશિયલ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

કેપ્શનમાં મહિલા પોલીસકર્મીની પ્રશંસા કરવામાં આવી છે. પાકિસ્તાનની પંજાબ પોલીસે મહિલા પોલીસ અધિકારીની યોગ્યતા પર ‘કાયદ-એ-આઝમ પોલીસ મેડલ’ આપવાની ભલામણ કરી છે. આ પુરસ્કાર પાકિસ્તાનમાં કાયદાના અમલીકરણ માટેનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર છે. પંજાબ પોલીસે કહ્યું કે ભીડમાં જે રીતની મહિલા પોલિસે હિંમતભરી કાર્યવાહી કરી તે પ્રશંસનીય છે.

Shah Jina