લો બોલો…. ઢીંગલા સાથે લગ્ન કર્યા.. એક બાળકને તો આપી દીધો જન્મ, હવે ફરી વાર થઇ ગઈ ગર્ભવતી, તસવીરો શેર કરીને કરી પ્રેગ્નેેંસીની જાહેરાત, જુઓ

આ મહિલાનું ગાંડપણ કે પછી બીજું કઈ ? નિર્જીવ ઢીંગલા સાથે લગ્ન કરીને સંબંધો બાંધે છે અને હવે બીજીવાર ગર્ભવતી પણ બની ગઈ, જાણો સમગ્ર મામલો

દુનિયાભરમાં લગ્નને લઈને ઘણીવાર એવા વિચિત્ર કિસ્સાઓ સામે આવતા હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. વડોદરાની ક્ષમા બિંદુએ પોતાની જાત સાથે લગ્ન કર્યા તો ઘણી મહિલાઓ ભગવાન સાથે પણ લગ્ન કરતી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. તો વિદેશમાં કોઈ મહિલાના બ્લેન્કેટ સાથે તો કોઈના પ્લેન સાથે લગ્ન કરવાની ખબરો પણ ચર્ચા જન્માવતી હોય છે. (Image Credit:  Moraes/instagram)

ત્યારે હાલ વધુ એક ખબર સામે આવી રહી છે. જેમાં એક મહિલાએ ઢીંગલા સાથે લગ્ન કર્યા હતા અને તેને એક બાળકને જન્મ પણ આપ્યો હતો. પરંતુ હવે આ મહિલા ફરીવાર ગર્ભવતી બની છે અને તે દાવો કરી રહી છે કે તે બાળકને જન્મ પણ આપવાની છે. આ મહિલાનું નામ મિરિવોન રોચા મોરેસ છે.

મીરિવોન તેના અનોખા લગ્ન માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેની માતાએ તેના માટે એક ઢીંગલો બનાવ્યો, જેને તેણે માર્સેલો નામ આપ્યું. પછી તેની સાથે લગ્ન કર્યા. બંને ગયા વર્ષે જ લગ્નના બંધનમાં બંધાયા. બ્રાઝિલની રહેવાસી 37 વર્ષીય મિરિવોને કહ્યું કે તેમના લગ્નજીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. તેણે તેના પતિ પર છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો હતો.

જો કે, હવે તમામ મુશ્કેલીઓનો અંત આવી ગયો છે. મિરિવોન પોતાની પ્રેગ્નેંસીના સમાચાર આપ્યા બાદ ફરી એકવાર ચર્ચામાં આવી છે. તે કહે છે, ‘હું ખૂબ જ ખુશ છું કારણ કે હું માર્સેલો સાથે ફરી એકવાર ગર્ભવતી છું. આ વખતે અમે છોકરીની અપેક્ષા રાખીએ છીએ. અમે ખૂબ જ ખુશ છીએ.

ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ મિરિવોને કહ્યું કે જો પુત્રનો જન્મ થશે તો પણ તે ખુશ રહેશે. તેણે ટિકટોક પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાની પ્રેગ્નેંસી વિશે જાણકારી આપી હતી. લગભગ 4 લાખ લોકોએ તેની પોસ્ટ જોઈ અને 24 હજારથી વધુ લોકોએ તેને લાઈક કરી. વીડિયોમાં તે ટેસ્ટ કીટનું પરિણામ બતાવે છે અને કહે છે, ‘હું ગર્ભવતી છું.’ તમને જાણીને નવાઈ લાગશે કે તેના ચાહકો પણ તેને અભિનંદન આપી રહ્યા છે. જોકે કેટલાક તેને ગાંડપણ પણ કહી રહ્યા છે.

એક યુઝરે કમેન્ટ કરતા કહ્યું, ‘અભિનંદન, તમે તેના લાયક છો.’ અન્ય યુઝરે કહ્યું, ‘આ મહિલાને મદદની જરૂર છે. મહાન ગાંડપણ છે. ગયા વર્ષે, મિરિવોન તેના નિર્જીવ પતિ સાથેના સંબંધો માટે વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગઈ. ગયા વર્ષે તેના પતિ પર આરોપ લગાવતા તેણે કહ્યું હતું કે, ‘જ્યારથી મને ખબર પડી કે તે મારી સાથે છેતરપિંડી કરી રહ્યો છે, ત્યારથી અમે દૂર છીએ. અમે એક જ ઘરમાં રહીએ છીએ પણ બધું સરખું નથી.

Niraj Patel