આ મહિલાનો ધાબળા પ્રત્યેનો પ્રેમ તો જુઓ, બોયફ્રેન્ડ સામે જ કર્યા ધાબળા સાથે લગ્ન, વાયરલ વીડિયો જોઈને લોકો પણ રહી ગયા હેરાન

પહેલી નજરમાં જ આ મહિલા ધાબળાને આપી બેઠી દિલ, ગણાવ્યો પોતાનો વફાદાર સાથી, બોયફ્રેન્ડ અને પરિવારજનોની સામે જ ધાબળા સાથે કર્યા ધામધૂમથી લગ્ન, જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર ઘણા બધા વિચિત્ર લગ્નની ઘટનાઓ તમે સતત વાયરલ થતા હોઈ હશે. જેમાં કેટલીકવાર લગ્નની વિધિઓ હેરાન કરી દેનારી હોય છે. આવા લગ્નના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા હોય છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક મહિલા તેના બોયફ્ર્રેન્ડ સામે જ એક ધાબળા સાથે લગ્ન કરી રહી છે.

(Image Credit: gumlet.assettype.com)

એક પુરુષ અને સ્ત્રી વચ્ચે થતા લગ્નો તો તમે ઘણા જોયા હશે. પરંતુ કોઈ મહિલા જો કોઈ પુરુષના બદલે કોઈ નિર્જીવ વસ્તુ સાથે લગ્ન કરે તો તેની ચર્ચાઓ થવાની જ છે. આ મહિલાએ પણ એમ જ કર્યું અને તેણે એક ધાબળા સાથે લગ્ન કરી દીધા. આ મહિલાનું નામ પાસ્કલ સેલિક છે. તેનું કહેવું છે કે અત્યાર સુધીનો ધાબળા સાથે તેનો સૌથી સાર્થક સંબંધ છે.

(Image Credit: mirror.co.uk)

આ મહિલાને ધાબળા સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઇ ગયો હતો અને તેણે તેના બોયફ્રેન્ડની સામે જ તેના ધાબળા સાથે લગ્ન કર્યા અને હવે તેણે પોતાના આ સંબંધો પર ખુલીને વાત કરી છે. પાસ્કલે વર્ષ 2019માં વેલેન્ટાઈન ડેના અવસર પર પોતાના લગ્ન સમારંભનું આયોજન કર્યું હતું.  તેનું કહેવું છે કે તે ધાબળાને જ પોતાનો વફાદાર સાથી માને છે.

(Image Credit: mirror.co.uk)

ડેઇલી સ્ટારના રિપોર્ટ પ્રમાણે તેને ઇંગ્લેન્ડના એસ્કેટર શહેરમાં ધબાળા સાથે લગ્ન કર્યા અને પોતાના પરિવાર સાથે તેના બોયફ્રેન્ડને પણ આમંત્રિત કર્યો. એક ટીવી શોમાં વાત કરતા પાસ્કલે કહ્યું હતું કે આમ તો તેની પાસે બીજા પણ ઘણા ધાબળા છે પરંતુ આ ધાબળો તેના માટે સૌથી વફાદાર છે. કારણ કે તેનાથી તેને ગરમાવો અને આરામ મળે છે.

પાસ્કલે કહ્યું કે ધાબળા સાથે તેનો સંબંધ મિત્ર જેવો છે. દુ:ખ અને સુખમાં તેની સાથે રહે છે. જ્યારે તેને તેના બોયફ્રેન્ડ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે તે ધાબળા સાથે લગ્ન કરવાનો હેતુ સમજે છે. પાસ્કલે કહ્યું, ‘જોની, મારો બોયફ્રેન્ડ સમજે છે કે મેં ધાબળા સાથે આર્ટ અને સંદેશ આપવા માટે લગ્ન કર્યા છે. અમારી વચ્ચે ખરેખર પ્રેમાળ સંબંધ છે. તેને મારા ધાબળાથી ઈર્ષ્યા નથી, પણ તેને મારા પર ગર્વ છે.”

Niraj Patel