વોશિંગ્ટનમાં જીવનમાં સફળ ન થવા પર લોકો પોતીને બીજો મોકો આપે છે. એટલે કે ફરી ઘર વસાવે છે. અમેરિકાના કેંટુકીમાં રહેનારી 31 વર્ષિય એરિકાએ પણ કંઇક આવું જ કર્યુ છે. પરંતુ તેણે બીજા કોઇ નહિ પરંતુ તેના સોતેલા સસરાને જ તેનો જીવનસાથી બનાવ્યો. એરિકાએ તેના પતિ જસ્ટિન ટોવેલ સાથે તલાક લીધા હતા જે બાદ તેણે તેના 60 વર્ષના સોતેલા સસરા સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા.

હેરોડ્સબર્ગની રહેવાસી એરિકા ક્વિગે લગ્નમાં તેના સ્ટેપ ફાધર ઇન લૉ પણ આવ્યા હતા. આ મહિલાના લગ્ન 19 વર્ષની ઉંમરમાં સ્થાનીય કારખાનામાં કામ કરતા જસ્ટિન સાથે થયા હતા. લગ્ન બાદ બંનેને એક બાળક પણ થયુ હતુ પરંતુ વધતા ઝઘડાને કારણે 2011માં સંબંધોમાં તિરાડ પડવાની શરૂઆત થઇ ગઇ હતી. આ દરમિયાન એરિકાને તેના સસરાનો સહારો મળ્યો. વર્ષ 2017માં એરિકા અને જસ્ટિસ વચ્ચે તલાક થઇ ગયા હતા. જે બાદ સસરાએ લગ્નનો પ્રસ્તાવ એરિકાને આપ્યો. થોડા સમય બાદ બંનેએ લગ્ન કરી લીધા.

લગ્નના એક વર્ષની અંદર જ 2018માં મહિલાએ એક દીકરીને જન્મ આપ્યો હતો. બંને બાળકો માતાની સાથે જ રહે છે. ઉંમરમાં અંતર હોવા છતાં આ કપલે પોતાના લગ્નને લઇને ખુશી જતાવી હતી. મહિલાએ કહ્યું કે હું જસ્ટિસની બહેન દ્વારા જ સસરાને ઓળખતી હતી. જ્યારે તેમણે મને સહારો આપ્યો ત્યારે મને એવુ ફીલ થયુ કે આ મારા સુખદુઃખના સાથી બની શકે છે.

એરિકાએ કહ્યુ કે, જેફનું દિલ હજુ પણ જવાન છે, હું તેમના કરતા વધારે વૃદ્ધ લાગુ છુ. એરિકાના પહેલા પતિ જસ્ટિસે પણ બીજા લગ્ન કરી લીધા છે. આ બંને હવે પોતાના પહેલા દિકરાની કસ્ટડી પણ વહેંચે છે. આ બંને પરિવાર અલગ અલગ ઘરમાં રહે છે. એરિકાના પહેલા પતિએ કહ્યું કે હવે અમારી વચ્ચે બધુ સરખુ છે, કોઇ નફરત નથી. અમે અમારા દિકરાની વાત કરતા કરતા આગળ વધી ગયા છે.

એરિકાના સોતેલા સસરા એટલે કે તેના બીજા પતિ જેફે કહ્યું કે એરિકામાં તેને પોતાની પહેલી પત્ની દેખાય છે. તેણે કહ્યું કે અમે બંને એક બીજા સાથે ખુબ ખુશ છીએ. ઉંમરનું અંતર પણ અમને નથી નડતુ.