દીકરીએ વિદેશથી આવીને ભાઈના લગ્નમાં આપી એવી સરપ્રાઈઝ કે ખુશીથી ઝૂમી ઉઠ્યા માતા પિતા, વીડિયોએ લાવી દીધા લોકોની આંખોમાં આંસુ, જુઓ

થોડા દિવસ પહેલા જ લંડન શિફ્ટ થયેલી બહેન ભાઈના લગ્નમાં અચાનક આવી ગઈ પરિવારને સરપ્રાઈઝ આપવા, જુઓ ભાવુક કરી દેનારો વીડિયો

હાલ દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લગ્ન એક એવો પ્રસંગ છે જેમાં પરિવારજનોથી લઈને સગા સંબંધીઓ બધા જ સામેલ થવા માંગતા હોય છે અને આ દિવસને વધુ ખાસ બનાવતા હોય છે. પરંતુ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે પરિવારનું કોઈ સદસ્ય ઘરેથી દૂર હોય કે પછી બીજા દેશમાં કોઈ કામ માટે ગયું હોય અને એ લગ્નમાં સામેલ નથી થઇ શકતું. આ વાતનું પરિવારજનોને અને તે વ્યક્તિને પણ દુઃખ થતું હોય છે.

ત્યારે આવી જ એક કહાનીનો વીડિયો સોશિયલ મીડિયામાં હ્યુમન ઓફ બોમ્બે નામના પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેમાં એક મહિલા પોતાના ભાઈના લગ્નમાં વિદેશથી આવીને અચાનક સરપ્રાઈઝ આપે છે અને તેને જોઈને તેના મમ્મી પપ્પા ખુશીથી ઝૂમી ઉઠે છે. આ વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે. સાથે જ હ્યુમન્સ ઓફ બોમ્બે દ્વારા આ સરપ્રાઈઝ પાછળની કહાની પણ જણાવવામાં આવી છે.

વીડિયોના કેપશનમાં જણાવ્યા અનુસાર મહિલાની નોકરી થોડા સમય પહેલા જ યુકેમાં લાગી હતી અને તેના કારણે તે પરિવારથી દૂર યુકેમાં હતી. મહિલા 8 નવેમ્બરના રોજ યુકે ગઈ હતી અને 26 નવેમ્બરના રોજ તેના ભાઈના લગ્ન હતા. જેના કારણે તેને સહકર્મીઓ અને મિત્રો સાથે વાત કરીને ઇન્ડિયા પાછું જવાનું નક્કી કર્યું અને તેણે પોતાના ભાઈને પહેલાથી જ જણાવી દીધું. પરંતુ ઘરના લોકોને બહેનના આવવા વિશે તેણે જણાવ્યું નહોતું.

ત્યારે વીડિયોમાં પણ જોવા મળી રહ્યું છે કે મહિલા સીધી જ લગ્નના દિવસે મંડપમાં આવે છે, જ્યારે વરરાજા કન્યાની મંગમાં સિંદૂર ભરવાની તૈયારી કરી રહ્યો છે. તેના મમ્મી પપ્પા પણ સ્ટેજ પર બેઠા છે અને જેવી જ બહેન ત્યાં આવે છે તેને જોઈને સૌથી પહેલા તો તેની મમ્મી ખુશીથી ઉછળી પડે છે અને પછી તેના પપ્પાને પણ જાણ થતા તે પણ ખુશીથી ઝૂમી ઉઠે છે.આ પ્રેમાળ વીડિયોને હવે ઘણા લોકો ખુબ જ પ્રેમ આપી રહ્યા છે.

Niraj Patel