આજે ઘણા લોકો મોટાપાથી પીડિત હોય છે, તે પોતાનું વજન પણ ઘટાવવા માંગે છે, પરંતુ ચાહવા છતાં પણ તે પોતાનું વજન ઘટાવી નથી શકતા, ઘણીવાર મોટાપો લોકો માટે હાસ્યાસ્પદ પણ બનતો હોય છે. ઘણા લોકો એવા પણ હોય છે જે જાડા લોકોનો મઝાક ઉડાવે છે, અને ઘણીવાર તો મોટાપાના લીધે ઘણા સંબંધો પણ તૂટી જતા હોય છે. (Image Source/Instagram)
આવો જ એક કિસ્સો હાલ જોવા મળ્યો જેમાં મોટાપાના કારણે એક યુવતીનું તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઇ ગયું, પરંતુ યુવતીએ યુવકને બતાવવા માટે વજન ઘટાવવાની મહેનત શરૂ કરી અને 136 કિલોની યુવતી એવી ફિટ એન્ડ સ્ટ્રોંગ થઇ ગઈ હવે તેની ચર્ચાઓ સોશિયલ મીડિયા ઉપર પણ છવાઈ ગઈ છે.
આ યુવતિ છે અમેરિકામાં રહેવાવાળી જોસી. જેનું વજન એક સમયે 136 કિલો હતું, પરંતુ તેને પોતાનું વજન 63 કિલો જેટલું ઘટાડી લીધું અને તેની કહાની સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહી છે.
29 વર્ષની જોસીએ જણાવ્યું કે તેના બોયફ્રેન્ડે તેની સાથે બ્રેકઅપ કરી લીધું હતું. ત્યારબાદ 2018માં તેને પોતાનું વજન ઓછું કરવાનું શરૂ કર્યું. લગભગ ત્રણ વર્ષમાં તેને 63 કિલો જેટલું વજન ઓછું કરવામાં સફળતા મેળવી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે 136 કિલોથી હવે તે 73 કિલોની થઇ ગઈ છે. અડધાથી પણ વધારે વજન ઓછું કરવાના કારણે જોસી હવે ઘણા લોકો માટે પ્રેરણાદાયક પણ બની ચુકી છે. જોસીએ જણાવ્યું કે પર્સનલ ટ્રેનરના કારણે તેને વજન ઓછું કરવામાં સફળતા મેળવી હતી.
જોસીએ જણાવ્યું કે 73 કિલો વજન થયા બાદ તેને પહેલીવાર પહેરી હતી. તેને કહ્યું કે તે એક એવી છોકરી હતી જેને તેનો એક્સ બોયફ્રેન્ડ પસંદ નહોતો કરો. પરંતુ હવે હું એવી છોકરી બની ગઈ છું જેને તે પામી નથી શકતો.
જોસીએ એ પણ જણાવ્યું કે વજનને લઈને તે આખું જીવન સંઘર્ષ કરતી આવી છે. તે હંમેશાથી ઓવરવેટ રહી છે. તેને માન્યું કે જયારે તે 136 કિલોની થઇ ગઈ હતી, તેને જે મન કરતું હતું તે ખાઈ લેતી હતી. પરંતુ ત્રણ વર્ષના રિલેશનશિપ બાદ જયારે બ્રેકઅપ થયું ત્યારે બધું જ બદલાઈ ગયું.
View this post on Instagram