પતિની મોત બાદ પ્રેમી સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહી રહી હતી યુવતિ, પ્રેમીએ આપી દર્દનાક મોત

લિવ ઇનમાં રહીને લફરું કરનારા સાવધાન: એવી ભયાનક મોત આપી કે જાણીને થર થર ધ્રુજી ઉઠશો

દેશભરમાંથી ઘણીવાર હત્યાના બનાવો સામે આવતા હોય છે. ઘણીવાર પ્રેમી પ્રેમિકાની તો ઘણીવાર પ્રેમિકા પ્રેમીની કોઇ કારણસર હત્યા કરી દેતી હોય છે. ત્યારે ઘણીવાર લિવ ઇન રિલેશનશિપમાં રહેતા કેટલાક યુવક-યુવતિઓની પણ કેટલા ચોંકાવનારા બનાવ સામે આવતા હોય છે. ત્યારે હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે ચકચાર મચાવી મૂકી છે.

લિવ ઇન રિલેશનશિપમાં રહેતા પ્રેમીએ તેની પ્રેમિકાની ચાકુ મારી હત્યા કરી દીધી. પ્રેમિકાને પ્રેમીએ 15 જગ્યા પર ચાકુના વાર કર્યા. માર્યા બાદ પ્રેમીએ પોતાનો પણ જીવ આપવાની કોશિશ કરી પરંતુ તે સફળ થઇ શક્યો નહિ. તે બંને લિવ ઇન રિલેશનશિપમાં રેહતા હતા  અને વારદાત સમયે યુવતિ તેની 10 વર્ષની દીકરી સાથે રામલીલા જોઇ પરત આવી રહી હતી. આ દરમિયાન રસ્તામાં જ પ્રેમીએ તેના પર હુમલો કરી દીધો. પોલિસે મૃતકની માતાના નિવેદન આધારે પ્રેમી વિરૂદ્ધ હત્યાનો કેસ દાખલ કરાવ્યો છે.

આ ઘટના હરિયાણાના હિસારની છે. હરિયાણાના હિસારના મંડી આદમપુરમાં પ્રેમી સુનીલે પોતાની પ્રેમિકા સુનીતાની હત્યા કરી દીધી. તેના પર હત્યાનો શક ન જાય તે માટે તેણે એક કહાની સંભળાવી અને પછી ઘાયલ સુનીતાને હોસ્પિટલ લઇ ગયો, પરંતુ ત્યાં સુધી તેની મોત થઇ ચૂકી હતી. જયારે મૃતકની દીકરીએ આ વિશે તેના ઘરવાળાને જણાવ્યુ તો પ્રેમીએ પોતાને ચાકુ મારી જીવ આપવાની કોશિશ કરી.

પ્રતિકાત્મક તસવીર

પોલિસે આરોપી વિરૂદ્ધ હત્યાનો કેસ દાખલ કરી તેને હિરાસતમાં લઇ લીધો છે. મૃતકના શરીર પર 15 જગ્યા પર ચાકુના નિશાન મળ્યા છે. લાઇનપાર એરિયામાં રહેનારી સુનીતાના 12 વર્ષ પહેલા પંજાબમાં લગ્ન થયા હતા અને તે બાદ તેને ત્રણ બાળકો પણ થયા હતા અને પતિની મોત થઇ ગઇ. પતિની મોત બાદ તે આદમપુરમાં પ્રેમી સુનીલ સાથે લિવ ઇનમાં રહી રહી હતી.

Shah Jina