નર્સની ઘોર બેદરકારી આવી સામે, 23 વર્ષની મહિલાને એક બે નહિ પરંતુ 6 ડોઝ કોરોનાની વેક્સિનના લગાવી દીધા

સમગ્ર દુનિયાની અંદર હાહાકાર મચાવી રહેલા કોરોના સામે બચવા માટેનો એક માત્ર ઉપાય વેક્સિન છે. દુનિયાના મોટાભાગના દેશોની અંદર કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે આ દરમિયાન વેક્સિનને લઈને લાપરવાહીના પણ ઘણા કિસ્સાઓ સામે આવે છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

હાલ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 23 વર્ષની મહિલાને 1-2 નહિ પરંતુ કોરોનાની વેક્સિનના 6 ડોઝ આપી દેવામાં આવ્યા અને તે પણ નર્સની એક ભૂલના કારણે. આ મહિલાને ફાઇઝર બાયોટેકના 6 ડોઝ આપી દેવામાં આવ્યા હતા.

આ ઘટના બની છે ઇટલીમાં. મહિલાને એક સાથે વેક્સિનના આટલા બધા ડોઝ આપ્યા બાદ કોઈ આડ અસર ના થાય તે માટે તેને હોસ્પિટલની અંદર જ દેખરેખમાં રાખવામાં આવી છે.

જો કે હવે મહિલાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. કેન્દ્રીય ઇટલીના ટસ્કનીમાં નોઆ હોસ્પિટલમાં મહિલાને ફાઇઝર વેક્સિનના 6 ડોઝ આપવામાં આવ્યા હતા. હોસ્પિટલના પ્રવક્તા ડેનિએલાએ આ વાતની જાણકારી આપી હતી. તેમને કહ્યું કે દર્દીને 24 કલાક હોસ્પિટલ પ્રસાશનની દેખરેખમાં રાખવામાં આવ્યું.

એક હેલ્થ વર્કર દ્વારા વેક્સિન વાળી સિરીંજમાં આખી શીશીની વેક્સિન લઇ લેવામાં આવી અને મહિલાને લગાવી દેવામાં આવી. જયારે કે શીશીની અંદર વેક્સિનના 6 ડોઝ હોય છે. જલ્દી જ તે હેલ્થ વર્કરને પોતાની ભૂલનો અનુભવ થયો અને મહિલાને તેના વિશે જણાવી દેવામાં આવ્યું.

હોસ્પિટલ પ્રવક્તાએ જણાવ્યું કે હેલ્થ વર્કરે જયારે પાંચ ખાલી સિરીંજ જોઈ ત્યારે તેમને પોતાની ભૂલનો અનુભવ થયો. તેમને કહ્યું કે ડોક્ટર સતત મહિલા દર્દીને ઇમ્યુન રીસ્પોન્સ ઉપર દેખરેખ રાખી રહ્યા છે કે આટલા બધા ડોઝ લીધા બાદ તેને કોઈ આડઅસર તો નથી થઇ રહી ને.

Niraj Patel