એરપોર્ટ પર મહિલાએ મંગાવ્યું ફૂડ, ખાવા જતા જ અંદરથી નીકળ્યો પથ્થર, દાંત પણ તૂટવાનો હતો…ટ્વિટ કરતા જ એરપોર્ટે આપ્યો એવો જવાબ કે… જુઓ

બહારની હોટલ બાદ હવે એરપોર્ટ લોન્જમાં જમવા બેઠેલી મહિલાના ખાવામાં નીકળ્યો પથ્થર, મહિલાએ તસવીર ટ્વિટ કરતા જ થઇ વાયરલ…જુઓ

Stone In Food at Jaipur Airport Lounge : આજે મોટાભાગના લોકો ઘરે બેઠા બેઠા કે ઓફિસમાં ઓનલાઇન એપ (online food order) દ્વારા જમવાનું મંગાવીને ખાતા હોય છે. ઘણીવાર ટ્રાવેલિંગ દરમિયાન પણ લોકો બહારનું ફૂડ ખાતા હોય છે. ત્યારે ઘણીવાર સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો અને તસવીરો વાયરલ થતી હોય છે. જેમાં ખાવાની અંદર કોઈ જીવાત, વાળ કે પથ્થર આવવાની ઘટનાઓ સામે આવે છે.

હવે એક એવી તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં ઈન્ટરનેશનલ એરપોર્ટના લોન્જમાં મળતા ભોજનને લઈને સવાલો ઉભા થયા છે. વાયરલ થઈ રહેલી તસવીર શુભ (@Shubhuskitchen) નામના ટ્વિટર હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. કેપ્શનમાં તેણે લખ્યું, ‘હવે એરપોર્ટ પર જે પ્રકારનું ભોજન પીરસવામાં આવે છે તેના પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. સામાન્ય રીતે ટ્રેનોમાં ખોરાકમાં પત્થરોની અપેક્ષા રાખવામાં આવે છે.”

તેણે આગળ લખ્યું કે, “પરંતુ અહીં જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રાઇમસ લોન્જમાં પણ આવું બન્યું… તે દુઃખદ છે. આ ખોરાકે મારા દાંત લગભગ તોડી નાખ્યા.” મહિલાએ બે તસવીરો શેર કરી છે. એકમાં, તેના હાથમાં માત્ર એક નાનો સફેદ રંગનો પથ્થર દેખાય છે. બીજામાં એક પથ્થર હાથમાં ભોજનની થાળી સાથે જોવા મળે છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ (jaipur international airport) પર લોન્જમાં પીરસવામાં આવતા ફૂડમાં પથ્થર મળી આવ્યો હતો, જેનાથી યુઝર્સ દંગ રહી ગયા હતા. આટલું જ નહીં, મહિલાએ એરપોર્ટના લાઉન્જની કેટલીક વધુ તસવીરો પણ શેર કરી છે, જેમાં તમે તેની જર્જરિત હાલત જોઈ શકો છો. જોકે, એ સ્પષ્ટ નથી થયું કે આ પણ એ જ એરપોર્ટની કે અન્ય જગ્યાની તસવીરો છે.

આ ટ્વીટ વાયરલ થયા બાદ એરપોર્ટ પ્રશાસને પોતાનું સ્પષ્ટીકરણ આપ્યું છે. હોમ શેફ શુભુના ટ્વીટનો જવાબ આપતાં તેમણે આ માટે તેમનો આભાર માન્યો અને કહ્યું “પ્રિય શુભુ, અમને લખવા બદલ આભાર. અમે તમારા પ્રતિસાદની નોંધ લીધી છે અને તેને તાત્કાલિક કાર્યવાહી માટે સંબંધિત ટીમ સાથે પણ શેર કરી છે.”

Niraj Patel