છીપલા ખાઈ રહી હતી આ મહિલા, અચાનક અંદરથી એવું નીકળ્યું કે રાતો રાત બની ગઈ માલામાલ, જાણો સમગ્ર હકીકત

એવું કહેવાય છે કે માણસની કિસ્મતમાં જો કઈ લખ્યું હોય તો તેને ધૂળમાંથી પણ તે મળી જાય છે. ઘણા લોકોની કિસ્મત આપણે રાતો રાત બદલાતા જોઈ હશે. ઘણા લોકોને આકાશમાંથી પડતા ઉલ્કા પિંડ મળે છે અને તે લાખોપતિ બની જતા હોય છે, ત્યારે હાલ એવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક મહિલા છીપલા ખાતા ખાતા માલામાલ બની ગઈ.આ ઘટના બની છે અમેરિકાના શહેર ન્યુ ઓર્લિયન્સમાં એક મહિલા સાથે જેને છીપલા ખાતા સમયે એવી વસ્તુ મળી કે તે જાણીને સૌ કોઈ હેરાન રહી ગયું.

આ મહિલા જે છીપલા ખાઈ રહી હતી તેમાં એક દર્જન મોતી હતા. એક ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે જયારે છીપલા ખાતા સમયે તેના મોઢામાં મોતી આવી રહ્યા હતા ત્યારે તે તેને ભેગા કરીને ટેબલ ઉપર રાખતી હતી.જયારે તેને ખાવાનું ખતમ કર્યું ત્યારે જોયું કે ત્યાં 12 મોતી છે. 32 વર્ષીય કીલી હિલ દ્વારા જણાવામાં આવ્યું કે, “એક મોતીને મેં ભૂલથી ચાવી પણ લીધો હતો. પરંતુ તેના બાદ હું આરામથી છુપલા ખાવા લાગી જેના કારણે મોટી મારા મોઢામાં આવે તો હું તેને સાવધાની સાથે બહાર કાઢીને રાખી શકું.”

કીલીએ કહ્યું કે, “મારા માટે આ એકદમ અનોખો અનુભવ હતો. કારણ કે આ મોતી કોઈને આટલી સરળતાથી નથી મળતા.” તેન કહ્યું કે તે પહેલા સી ફૂડ નહોતી ખાતી.  પરંતુ જોબના કારણે તે છેલ્લા 12 વર્ષથી કેન્સેસ સીટીમાં છે અને અહીંયા આવીને તેને સી ફૂડ ખાવાનું શરૂ કર્યું. હવે તે સી ફૂડ ખાવાની એટલી શોખીન બની ગઈ છે કે તે રોજ સી ફૂડ જ ખાય છે. તેને જ્યારથી સી ફૂડ ખાવાનું શરૂ કર્યું ત્યારથી લઈને આટલા વર્ષોમાં તેની સાથે આવી ઘટના બની નહોતી.તો તમારે જાણવું હોય કે છીપમાંથી કઈ રીતે કિંમતી મોતીઓ નીકળે છે તો તેનો એક રસપ્રદ વીડિયો છે જે આપ નીચે જોઈ શકો છો.

કિલીએ આગળ જણાવ્યું કે તેને નહોતી ખબર કે આ મોતી કેટલા કિંમતી છે પરંતુ તેની એક આંટીએ જણાવ્યું કે સીપની અંદર મળી આવનારા મોતી ખુબ જ કિંમતી હોય છે. તેને આગળ જણાવ્યું કે હું આ મોતીઓને વેચીશ નહીં. પરંતુ હું આનાથી પર્લ સેટ બનાવીશ. સાથે જ એક જે મોટો મોતી છે તેનાથી વીંટી. તેને જોઈને હું હંમેશા આ દિવસોને યાદ કરીશ.

Niraj Patel