રાજકોટમાં લગ્નની પ્રથમ રાતે જ પતિએ પત્નીને આપ્યો 550 વોલ્ટનો ઝટકો! પત્નીની હાલત ખરાબ થઇ ગઈ

ગુજરાતમાંથી અવાર નવાર અવૈદ્ય સંબંધના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર પતિ અથવા પત્ની તેમના પાર્ટનરને દગો આપી બીજા સાથે ફરતા હોય છે. ત્યારે ઘણીવાર એવું પણ બને છે કે, કોઇ યુવક અન્ય યુવતિને પ્રેમ કરતો હોય છે પણ પરિવારના દબાણને કારણે બીજી સાથે લગ્ન કરી લેતો હોય છે.આવા કિસ્સાઓમાં તે પત્નીને સુખ પણ નથી આપી શકતો હોતો. ત્યારે હાલમાં રાજકોટના અમીનમાર્ગ પર આવેલ ત્રિશા બંગલોઝમાં રહેતી એક પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે કે, પર્ણકુટી સોસાયટી શેરી નંબર 4માં શિવાલય મકાનમાં રહેતા તેના પતિ જતીન સગપરીયા, દિયર કૌશલભાઈ, સાસુ ઇલાબેન અને સસરા નાથાભાઈ તેને ત્રાસ આપતા અને તેની સાથે મારઝૂડ કરતા. આ અંગેની માલવીયાનગરમાં ફરિયાદ નોંધાઈ છે.(તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

પરિણીતાએ જણાવ્યું કે, તેના દિકરા સાથે તે બે વર્ષથી પિયરમાં રહે છે અને ઘરકામ કરી ગુજરાન ચલાવે છે. 3 ફેબ્રુઆરી 2005ના રોજ તેના લગ્ન જતીન સગપરીયા સાથે થયા હતા અને લગ્ન પછી સાસરે સાસુ, સસરા, દિયર કૌશલભાઈ અને દેરાણી સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. લગ્ન બાદ તે જયારે સાસરે ગઇ તો પતિએ તેને પ્રથમ દિવસે જ કહ્યુ હતુ કે, મારી જીદંગીમાં તુ નહિ પણ બીજી સ્ત્રી છે આ તો મારા પરીવારના કહેવાથી મે તારી સાથે લગ્ન કર્યા છે”. તેનો ઘરમાં પહેલો દિવસ હોવાને કારણે તેણે ઘરમાં કોઇને વાત ન કરી અને પતિને સમજાવવાની કોશિશ કરી. પરંતુ તે ફક્ત એટલુ જ કહેતો કે મને થોડો વિચારવાનો ટાઇમ આપ હું બધુ ભુલીને તારી સાથે સેટ થઇ જઇશ.

જો કે, ત્યારબાદ જતીને કહ્યુ કે, તુ મને ગમતી નથી, તુ મને છુટા છેડા આપી દે. પરંતુ જતીનની આ વાત પરણિતાએ ગણકારી નહિ અને તે સુધરી જશે તેમ સમજી ઘર સંસાર ચાલવતી રહી. આ વાત સાસુ-સસરા અને દિયરને ખબર પડતા તેઓ પતિનું ઉપરાણુ લઇ પરણિતા સાથે બોલાચાલી કરવા લાગ્યા અને નાની નાની વાતમાં ઝઘડા પણ કરવા લાગ્યા. પરણિતાએ તેની ફરિયાદમાં વધુ જણાવ્યુ હતુ કે, તેનો પતિ ગાળો બોલતો અને મારઝુડ પણ કરતો અને તેના પિતા વિશે પણ જેમ ફાવે તેમ બોલતો. આ ઉપરાંત તેણે પરણિતાને ધરમાંથી કાઢી મુકવાનુ કહેતા. તેને દીકરો થયો તો પણ પતિ, સાસુ કે સસરાએ કોઈ હરખ ન બતાવ્યો અને આજથી પાંચ વર્ષ પહેલા સસરાએ તેના વિરુધ્ધ મહિલા પોલીસ સ્ટેશન ખાતે અરજી પણ કરી હતી.

જેને લઇને તેને ફોન આવતા અને તે મહિલા પોલીસ સ્ટેશન ગઇ ત્યારે સસરાએ કહ્યુ કે તમારે મારા ઘરમાં રહેવાનુ નથી. જે બાદ તે કપડા સાથે પહેલા માધાપર ચોકડી ખાતે એક ફ્લેટમાં રહેવા લાગી અને આ સમયે પતિ સસરાના ઘરે જ રહેતા હતા. એકાદ વર્ષ પહેલા પતિએ છૂટાછેડાના કાગળો પણ મોકલ્યા હતા અને ઘર ખાલી કરવાની નોટીસ પણ મોકલી હતી. આ વાત પરણિતાએ તેના માતા અને ભાઈને કરી અને તે બાદ તેઓએ પરણિતાને શાંતીથી થોડો સમય જવા દેવાનુ કહ્યુ. પતિ કોઈ દિવસ ઘરે આવતો નહિ અને ઘરખર્ચ પેટે કાંઈ આપતો પણ નહિ.

21 જુલાઇના રોજ સવારના આઠ વાગ્યાના સુમારે કોટેચા ચોક ખાતે આવેલ સસરાની દુકાન ધારેશ્વર ડેરીએ ગયેલ ત્યારે પતિ તેના મોબાઈલમાં કોઈ સ્ત્રી સાથે હસી હસીને વાતો કરતો હતો અને આ બાબતે પરણિતાએ તેને ઠપકો આપ્યો ત્યારે સસરા અને પતિએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને ખોટા આક્ષેપો કરી પરણિતા વિરૂદ્ધ અરજી કરી હતી. જેને લઇને આમ્રપાલી પોલીસ ચોકીએથી ફોન આવતા ત્યાં જઈ પોલીસને હકીકત જણાવી હતી. ત્યારબાદ માલવીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Shah Jina