આંધળો પ્રેમ: એક યુવતી તેનાથી 42 વર્ષ મોટા યુવકના પ્રેમમાં પડી, તેના બંને દીકરાઓ પણ મહિલાથી છે મોટા

આ યુવતીએ 42 વર્ષ મોટા વૃદ્ધને પટાવી લીધા, 7 તસવીરો જોઈને લોકોની આંખો ફાટી ગઈ

એ તો તમને ખબર જ હશે કે પ્રેમની કોઇ સીમા હોતી નથી, પ્રેમમાં કોઇ પણ જાતનો ભેદભાવ જોવામાં આવતો નથી. પ્રેમમાં તો આજકાલ લોકો ઉંમર પણ જોતા નથી. જો તમને ખબર પડે કે એક મહિલા તેનાથી 42 વર્ષ મોટા પુરુષના પ્રેમમાં પડી ગઇ અને તેના સાથે લગ્ન કરી બાળક પેદા કરવા ઇચ્છે છે તો તમને આ જાણીને હેરાની જરૂર થશે.

ધ સનના રીપોર્ટ અનુસાર, Cassandra Kremer USAના Wisconsin શહેરમાં રહે છે. તે ત્યાં એક કૈફેમાં વેટરનું કામ કરે છે. લગભગ 7 વર્ષ પહેલા ત્યાં Johny Warpinski પહોંચ્યા. તે સમયે ત્યાં એક મ્યુઝિક કોન્સર્ટ થઇ રહ્યો હતો. તે કોન્સર્ટમાં Cassandra અને Johnyએ જોડી બનાવી પરફોર્મ કર્યુ. આ દરમિયાન Johnyના સુંદર અવાજે Cassandraનું દિલ જીતી લીધુ.

કોન્સર્ટ બાદ Johnny કૈફેથી બહાર નીકળ્યા અને Cassandra દોડીને તેમની પાસે પહોંચી અને સુંદર ગીત ગાવા માટે પહેલા તો પ્રશંસા કરી અને કહ્યુ કે, તે તેમને પ્રેમ કરવા લાગી છે. આ પર Johnnyએ સ્માઇક કર્યુ અને આભાર કહી બહાર નીકળી ગયા. તે બાદ તે 2 મહિના સુધી પાછા ન આવ્યા. આ દરમિયાન Cassandra દિવસ-રાત તેમના વિશે વિચારવા લાગી.

એક બાજુ Cassandra ના પ્રેમની અસર Johnny પર થવા લાગી હતી અને તે ડિસ્ટર્બ રહેવા લાગ્યા હતા. તે એક મહિલા મનોચિકિત્સક મિત્રથી મળ્યા અને તેમને પૂરી વાત જણાવી. મહિલા મિત્રની વાત માની તેઓ કૈફેમાં પહોંચ્યા અને જયાં તેમની મુલાકાત Cassandra સાથે થઇ તે બાદ બંને પ્રેમમાં પડ્યા.

કેટલાક વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ તેઓએ સગાઇ કરી લીધી અને તેમાં પણ ખાસ વાત એ છે કે, Johnnyના પહેલાથી જ બે બાળકો છે, જેમાં એક દીકરાની ઉંમર 33 વર્ષ અને દીકરીની ઉંમર 30 વર્ષ છે. એટલે કે Johnnyના બંને બાળકો તેમની નવી વાઇફની ઉંમર કરતા મોટા છે.

ઉલ્લેખનીય છે કે, તે બંને આગલા વર્ષે લગ્ન કરવાનો પ્લાન બનાવી રહ્યા છે. Cassandraનું મન છે કે, Johnny ના બાળકને જન્મ આપે. તે કહે છે કે, Johnnyની 69 વર્ષની ઉંમરને જોતા આવુ કરવુ મુશ્કેલ છે પરંતુ તે કોઇ પણ રીતે આ ચાહતને પૂરી જરૂર કરશે.

Shah Jina