એક થપ્પડ મારીશ, હું જ ચરણજીત બોલી રહી છું : ફર્જી પોલિસવાળાએ કર્યો કોલ તો કેમેરા સામે છોકરીએ ખોલી પોલ
‘એક થપ્પડ મારીશ, પાગલ ના બનાય…’ સ્કેમર પોલિસવાળો બનીને વાત કરી રહ્યો હતો, મહિલાએ કેમેરા સામે કર્યો એક્સપોઝ
આજકાલ સ્કેમર્સ લોકોને પોતાનો શિકાર બનાવવા અને તેમને પોતાની જાળમાં ફસાવવા અનેક અનેક તરકીબો અપનાવે છે, ત્યારે હાલમાં જ આવું એક યુવતી સાથે થયુ પણ તે આ સ્કેમરના ઝાંસામાં ન આવી તેણે આવી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો. જેનો વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર પણ કર્યો છે. આ યુવતીનું નામ છે ચરણજીત કૌર, જેને ફર્જી પોલીસવાળાનો ફોન આવે છે. આ ફર્જી પોલિસવાળો તેને કહે છે કે ચરણજીત કૌરની પોલીસે ધરપકડ કરી છે.
ત્યારે યુવતી કહે છે કે મારી ચરણજીત કૌર સાથે વાત કરાવા, તો સ્કેમર તેને કહે છે કે ચરણજીત કોણ તમારી કોણ લાગે છે ? તો યુવતિ કહે છે- તે મારી બહેન છે. પછી ફર્જી પોલીસવાળો તેને પૂછે છે કે તારી બહેન અત્યારે ક્યાં છે ? જવાબમાં, યુવતિ કહે છે કે તે હમણાં જ ક્યાંક બહાર ગઈ છે, દિલ્હી સાઇડ. સ્કેમર યુવતીને જણાવે છે કે તે દિલ્હી સદર પોલીસ સ્ટેશનથી વાત કરી રહ્યો છે. હમણાં જ તમારી બહેનની ધરપકડ કરી છે.
આ પછી છોકરી પૂછે છે કે ચરણજીત કૌરની ધરપકડ કેમ કરવામાં આવી ? તો તે જવાબ આપે છે કે તમારી બહેને 3-4 છોકરીઓ સાથે મળીને મંત્રીના પુત્ર સાથે ફ્રોડ કર્યુ છે, અને તેની પાસેથી 35-40 લાખ રૂપિયા પડાવી લીધા છે. જો તમે આ વિશે કોઈને કહેશો તો આ મામલો મીડિયામાં સામે આવશે અને તમારી બહેનની સમગ્ર ભારતમાં બદનામી થશે. તમારી બહેને તમારો નંબર આપ્યો એટલે કોલ કર્યો.
આ પછી ફર્જી પોલિસવાળો યુવતિને તેની બહેનને છોડાવવા માટે 30,000 રૂપિયા માંગે છે. આ પરિસ્થિતિથી પરેશાન થઈને યુવતિ તે સ્કેમર પર બૂમો પાડે છે અને કહે છે કે હું તને થપ્પડ મારીશ, હું જ ચરણજીત સિંહ છું. આ વીડિયો સામે આવ્યા બાદથી ખૂબ વાયરલ થઇ રહ્યો છે, અને ઘણા લોકો તેમના અનુભવો પણ શેર કરી રહ્યા છે.
View this post on Instagram