પોતાના જન્મ દિવસે જ આ જીવ દયાપ્રેમી મહિલાએ કર્યું એવું કામ કે વીડિયો જોઈને તમે પણ વખાણ કરશો

રોજ બરોજ સોશિયલ મીડિયા ઉપર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, આ વીડિયો ઘણીવાર આપણું દિલ પણ જીતી લેતા હોય છે. ખાસ કરીને જીવ દયાપ્રેમીઓ જયારે કોઈ પ્રાણી કે પક્ષીનો જીવ બચાવે છે ત્યારે આ ઘટનાના વીડિયો હૃદયને સ્પર્શી જતા હોય છે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેને લોકોનું ખુબ જ પ્રેમ મળી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર એક મહિલા બતક અને તેના બચ્ચાને રોડ પાર કરવામાં મદદ કરતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ ઉપર આ વીડિયોને Jessica Faye Unda દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો સાથે કેપશનમાં લખવામાં આવ્યું કે તેન જન્મ દિવસના દિવસે જ બતકોની મદદ કરવામાં આવી.

વીડિયોની શરૂઆતમાં જોવા મળી રહ્યું છે કે મહિલા પોતાની કારમાંથી ઉતરી અને રોડ વચ્ચે ચાલતા બતક અને તેના બચ્ચાને બચાવવા માટે ટ્રાફિક રોકવા લાગે છે. ત્યારબાદ તે ડરેલા બતક અને તેના બચ્ચાઓને રોડ પાર કરવા માટે ઈશારો કરે છે.

એક મોટા બતકના નૈતૃત્વ હેઠળ બીજા બતક પણ રસ્તો પસાર કરવા લાગે છે. મહિલા આ બતકો ઉપર ત્યાં સુધી નજર રાખે છે જ્યાં સુધી તે રસ્તો પસાર કરી સામા છેડે ના પહોંચી જાય. ત્યારબાદ તે પોતાની કારમાં બેસી અને ચાલી જાય છે. મહિલાના આ કામની લોકો પ્રસંશા કરી રહ્યા છે. જુઓ તમે પણ આ વાયરલ વીડિયો….

 

View this post on Instagram

 

A post shared by Jessica Faye Unda (@thundafromunda)

Niraj Patel