ઉકળતા તેલન અંદર હાથ નાખીને પકોડા બહાર કાઢે છે આ મહિલા, લોકો પણ જોઈને રહી જાય છે હક્કાબક્કા, જુઓ વાયરલ થયો વીડિયો

ઇન્ટરનેટ ઉપર ખાણીપીણીને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં લોકો ગ્રાહકોને આકર્ષવા માટે પણ અવનવી રીતો અપનાવતા હોય છે અને તેના કારણે તે વાયરલ પણ થઇ જતા હોય છે. હાલ એવી જ એક મહિલાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે પકોડા વેચે છે, પરંતુ તે પકોડા વેચવામાં માટે જે કરે છે તે ખુબ ડરામણું છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા અનોખી રીતે પાવ વડા બનાવી રહી છે. તે પાવની અંદર બટાકાનું સ્ટફિંગ ભરે છે અને પછી તેને બેસનના ખીરામાં રગદોળીને ફ્રાય કરે છે. પરંતુ આ સાથે જ તે જયારે આ પકોડા તળતી હોય છે. ત્યારે તે પોતાના હાથે જ આ વડા બહાર કાઢે છે જેને જોઈને લોકો પણ ચોકી જાય છે.

હવે આ મહિલા કેવી રીતે આ પાવ વડાને બહાર કાઢી રહી છે તે જાણી શકાતું નથી. જયારે આપણા ઉપર ગરમ તેલનું એક ટીપું પણ પડી જાય તો આપણે બુમરાણ મચાવી દેતા હોઈએ છીએ. પરંતુ આ મહિલા તો ખુબ જ આરામથી તેલમાંથી એક એક પાઉં વડા બહાર કાઢી અને ગ્રાહકોને પેક કરીને આપી રહી છે.

આ વીડિયોને વેજી બાઈટ નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપરથી અપલોડ કરવામાં આવ્યો છે. સાથે જ કેપશનમાં આ વીડિયો નાસિકનો હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 31 હજાર કરતા પણ વધુ લોકો લાઈક કરી ચુક્યા છે. ઉપરાંત ઘણા લોકો આ મહિલાની કુશળતાના વખાણ કરતા તેને બહાદુર મહિલા પણ ગણાવી રહ્યા છે.

Niraj Patel