સિવિલમાંથી બાળકી ચોરનારી મહિલાનો મોટો ઘટસ્ફોટ: 9 મહિના પહેલાથી કરતી હતી પ્લાનિંગ અને 2 મહિના પહેલા પણ……

ચોર નગ્માનો ચોરી કરવાનો પ્લાન જાણીને મગજ ચકરાઈ જશે, જુઓ

અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર ગત 2જી સપ્ટેમ્બરના રોજ થયેલા એક બાળકીના અપહરણનો કેસ પોલીસે માત્ર 7 જ દિવસમાં ઉકેલી કાઢ્યો છે. આ કેસમાં બાળકનું અપહરણ કરનારી મહિલા આરોપી નગ્માની અમદાવાદ પોલીસે ધરપકડ કરી લીધી છે અને સોમવાર સુધી તે પોલીસ રિમાન્ડ પર છે. પોલીસ પૂછપરછમાં આરોપી નગ્માએ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

પોલીસે નાગામની પુછપરછ કરતા તેને જણાવ્યું હતું કે બાળકીનું અપહરણ કરવા માટે તે છેલ્લા 9 મહિનાથી પ્લાનિંગ કરી રહી હતી. તેને જણાવ્યું કે બાળકીનું અપહરણ તેને એટલા માટે કર્યું હતું કે તેના લગ્નને 9 વર્ષ થયા હોવા છતાં પણ તેને કોઈ બાળક થતું નહોતું અને તેના કારણે તેનું લગ્ન જીવન પણ તૂટવાના આરે હતું, જેના કારણે તેને બાળકીનું અપહરણ કરવાનું નક્કી કર્યું.

તેને જણાવ્યું કે તે છેલ્લા 9 મહિનાથી તેના સાસરે પણ ગઈ નહોતી અને તેને સાસરીવાળાને પોતે ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું અને હવે નવ મહિના બાદ સોલા સિવિલમાંથી તેને બાળકીનું અપહરણ કરી અને તેના સાસરે જઈને પોતે દીકરીને જન્મ આપ્યો હોવાની જાણ કરી હતી. તો બીજી તરફ તેની માતા અને બહેન આ બાળકી વિશે પૂછતાં ત્યારે તેમને બાળકીને દત્તક લીધી છે તેમ જણાવ્યું હતું.

આ ઘટનાના ચાર મહિના પહેલા નગ્મા સિવિલ હોસ્પિટલમાં આવી હતી અને ત્યારે તેને સિવિલ હોસ્પિટલના પ્રસૃતિ વિભાગની અંદર ઘણા બધા બાળકો પણ જોયા હતા અને ત્યારે જ તેને બાળકનું અપહરણ કરવાનું પ્લાનિંગ પણ બનાવી લીધું હતું. બે મહિના પહેલા પણ તેને બાળકનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે સમયે તેને સફળતા મળી નહોતી.

પરંતુ આ વખતે તે બપોરે ચાર વાગે જ સિવિલ હોસ્પિટલમાં આવીને બેસી ગઈ હતી અને તમામ બાબતો પણ તેને ઝીણવટ પૂર્વક નિહાળી લીધી હતી. તેને એ પણ જોઈ લીધું હતું કે ક્યાં દરવાજેથી અંદર આવી શકાય અને ક્યાંથી બહાર જઈ શકાય, આ ઉપરાંત ક્યાં સિક્યુરિટી ગાર્ડની નજર પણ તેના ઉપર હશે તે બધું જ તેને જાણી લીધું હતું જેના બાદ કોઈને જાણ ન થાય તે માટે સોલા સિવિલ હોસ્પિટલના પાંચમા માળે કે જ્યાં અગાઉ કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવતી હતી, ત્યાં જઈને છૂપાઈ ગઈ હતી. આખરે રાતના 1 વાગ્યે તે બાળકીનું અપહરણ કરી પલાયન થઈ ગઈ હતી.

Niraj Patel