DIGને મહિલાએ કરી ફરિયાદ..હજુ તો લગ્નને માંડ એક જ વર્ષ થયું હતું ને પતિનું ગંદુ સત્ય સામે આવ્યું – જાણો વિગત

પત્નીએ પતિનો ફોન રાત્રે ખોલ્યો તો અંદરથી એવી એવી તસવીરો જોઈ લીધી કે સપનામાં પણ નહિ વિચાર્યું હોય- જાણો કાળી કરતૂત

દેશભરમાંથી ઘણીવાર એવી ઘટના સામે આવતી હોય છે કે જેની જાણ થયા બાદ તો આપણા પગ નીચેથી જમીન સરકી જાય. ઘણીવાર લગ્ન બાદ પતિ અથવા તો પત્નીને તેમના પાર્ટનર વિશે એવી એવી ઘટનાની જાણ થતી હોય છે કે જે તેમને લગ્ન પહેલા કહેવામાં આવી હોતી નથી. હાલ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં લગ્ન બાદ પત્નીને તેના પતિનો એક રાઝ જાણવા મળે છે કે તેનો પતિ સમલૈંગિક છે.

આ કિસ્સો લગભગ 5-6 ઓક્ટોબરનો છે. એક મહિલાએ ડીઆઇજીને ફરિયાદ કરી છે કે તેનો પતિ સમલૈંગિક છે. તેણે આરોપ લગાવ્યો છે કે તેનો પતિ તેને દહેજ માટે પ્રતાડિત પણ કરે છે. પોલિસ સ્ટેશનમાં ફરિયાદ છત્તાં કોઇ કાર્યવાહી થઇ નથી. પીડિતાએ ડીઆઇજીને ન્યાય માટે ગુહાર લગાવી છે. સાથે જ મહિલાએ ડીઆઇજીને તેના પતિના સમલૈંગિક હોવાનું પ્રમાણ પણ આપ્યુ છે.

આ કિસ્સો ઇન્દોરનો છે. ઇન્દોરમાં ગત મંગળવારના રોજ એક અનોખો મામલો સામે આવ્યો. ઇન્દોરના સલૂડિયા પોલિસ સ્ટેશનના મહાલક્ષ્મી નગરમાં રહેનારી એક પીડિતાએ DIGને ફરિયાદ દાખલ કરાવી છે કે તેનો પતિ સમલૈંગિક છે અને તેના ઘરવાળાએ જૂઠ્છુ બોલી તેના લગ્ન કરાવી દીધા છે. હવે તે દહેજ માટે પરેશાન કરી રહ્યો છે. પીડિતાનું કહેવુ છે કે, તેના લગ્ન વર્ષ 2015માં બેંકમાં કાર્યરત દીપક ગુપ્તા સાથે થયા હતા.

લગ્નમાં પીડિતાના પરિવારવાળાએ તેના સાસરિયાને દસ લાખ રૂપિયા દહેજમાં આપ્યા હતા. લગ્ન બાદ તેનો પતિ તેની સાાથે રહેતો ન હતો અને દહેજની માંગ કરતો હતો. જે બાદ યુવતિને તેના પતિના સમલૈંગિક હોવાની વાત સોશિયલ મીડિયા પર અપલોડ કરેલી તસવીરથી ખબર પડી. જેમાં તે એક યુવક સાથે આપત્તિજનક સ્થિતિમાં હતો. દીપક ગુપ્તા હજી પણ તે યુવક સાથે રહે છે. પતિ અને સાસરિયાના લોકો મહિલાને ધમકાવતા રહ્યા અને તેને પિયર મોકલી દીધી. પીડિતાનો આરોપ છે કે તેના પતિ અને સાસરાવાળાએ તેના લગ્ન માત્ર દહેજની લાલચમાં કરાવ્યા. પીડિતા વર્ષ 2017માં તેના પિયર આવી ગઇ હતી. તે બાદ પતિ સતત તેને આવી રીતના ફોટોમાં ટેગ કરી રહ્યો છે.

Shah Jina