ફોન ઉપર વાત કરતા કરતા જ મહિલાની થઇ ગઈ ડિલિવરી, 27 સેકેન્ડમાં જન્મ્યું બાળક, તસ્વીરોમાં સમજો આખો મામલો
બ્રિટેનમાં એક મહિલાએ માત્ર 27 સેકેન્ડમાં બાળકને જન્મ આપી અને એક રોકોર્ડ બનાવી દીધો છે. એક રિપોર્ટ પ્રમાણે 29 વર્ષીય સોફી બગ દુનિયાની કેટલીક મહિલાઓમાં એક છે. જેને માતા બનતા સમયે કોઈપણ પ્રકારનું લેબર પેઈન ના થયું.
સોફી રાત્રે અચાનક ટોયલેટ કરવા માટે બાથરૂમમાં ગઈ. પરંતુ જયારે સોફી બાથરૂમમાંથી બહાર આવી ત્યારે તેના હાથમાં બાળક હતું. જેમાં સોફીને ફક્ત 27 સેકેંડ લાગ્યા.
સોફીએ પોતાના મિત્રને મેસેજ કરીને જણાવ્યું કે તે સારું મહેસુસ નથી કરી રહી અને તેના બાદ ફોન રાખીને તે બાથરૂમમાં ચાલી ગઈ. બાથરુમની અંદર માત્ર 27 સેકેન્ડની અંદર કોઈપણ જાતના દુખાવા વગર તેને પોતાના બાળકને જન્મ આપ્યો.
બાથરૂમમાં જયારે સોફીએ પોતાના બાળકનું માથું જોયું ત્યારે તેને ક્રિસને બૂમ પાડી. બાળકના જન્મ બાદ ક્રિસ બાળક અને તેની માતાને લઈને હોસ્પિટલ ગયો. જ્યાં ડોકટરે સોફી અને તેના બાળકને સ્વસ્થ જણાવતા કહ્યું કે ચિંતાની કોઈ વાત નથી.
તમને જણાવી દઈએ કે સોફી આ પહેલા બે વાર માતા બની ચુકી છે. પરંતુ તેની આ વખતની ડિલિવરી ખુબ જ અનોખી હતી. સોફીએ જણાવ્યું કે તેમનું પહેલું બાળક ફક્ત 12 મિનિટમાં પેદા થયું હતું.