લિવ ઇન રિલેશનશિપમાં રહેનાર આધેડની મહિલાએ કરી એવી ધુલાઇ કે જોનારા જોતા જ રહી ગયા

મોડર્ન જમાનાના લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા થયો ઝઘડો, મહિલાએ આધેડ બરોબરનો ઢીબી નાખ્યો, જુઓ

બિહારના મુઝફ્ફરપુર જિલ્લાથી એક વીડિયો વાયરલ થયો છે, જયાં એક મહિલા એક વ્યક્તિને મારી રહી છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે મહિલા ચંડીગઢની રહેવાસી છે અને વ્યક્તિ મુઝફ્ફરપુરના ઔરાઇ પ્રખંડના રતવારા ગામનો રહેવાસી છે. આ બંને વચ્ચે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યુ હતુ અને બંને લિવ ઇન રિલેશનશિપમાં રહી રહ્યા હતા.

લગ્ન કરવાના બહાનાથી તે વ્યક્તિ તેની પ્રેમિકાને મુઝફ્ફરપુર લઇને આવી ગયો હતો. કેટલાક દિવસો સુધી બંને સાથે રહ્યા અને લોકડાઉન થઇ ગયુ. આ દરમિયાન વ્યક્તિ તેની પ્રેમિકાને છોડી ચૂપચાપ તેના ગામ જતો હતો

પરંતુ જેવી મહિલાને આ વાતની જાણકારી થઇ તો કે તેનો પ્રેમી ભાગી રહ્યો છે તો તેને પકડવા માટે તે નીકળી અને પ્રેમીને બસ સ્ટેશનથી પકડી લીધો. આ મહિલાએ તેના પ્રેમીને જોઇને તરત જ મારવાનું શરૂ કરી દીધુ. મહિલાનું કહેવુ છે કે,

પૈસા હડપ્યા બાદ તેણે લગ્ન કરવાની ના કહી દીધી હતી અને ચૂપચાપ ભાગવા લાગ્યો હતો. બસ સ્ટેન્ડ પર હાઇ વોલ્ટેજ ડ્રામા થયો અને લોકોની ભીડ એકઠી થઇ ગઇ. રસ્તા વચ્ચે આ હંગામાની ખબર પોલિસને પડી તો તેઓ સ્થળ પર આવ્યા અને પૂછપરછ શરૂ કરી.

મહિલાનો આરોપ છે કે, તે બંને લગ્ન કર્યા વગર ચંડીગઢમાં રહેતા હતા અને તે વ્યક્તિએ લગ્નનો વાયદો કર્યો હતો અને તે તેની સાથે બિહાર આવી ગઇ. તે બાદ પ્રેમી તેને અહીં છોડીને ભાગવા લાગ્યો. ત્યાં આ મામલે વ્યક્તિનું કહેવુ છે કે, મહિલા તેની સાથે રહેવા માંગતી નથી એટલે હું જવા લાગ્યો.

Shah Jina