‘મા તડપતી રહી, હું બૂમો પાડતી રહી…’ ચિડિયાઘરમાં હ્રદય કંપાવી દેનારો અકસ્માત
કાનપુર ચિડિયાઘરમાં અકસ્માતમાં એક મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતું. તે તેના પતિ અને તેના બાળકો સાથે અહીં મુલાકાત કરવા આવી હતી અને જ્યારે ડ્રાઈવરે ટ્રેન ચાલુ કરી ત્યારે તે ટ્રેનમાં ચડવાની હતી પરંતુ ટ્રેન સાથે ટ્રેક પર ખેંચાઇ જવાને કારણે મહિલા ટ્રેક પર પડી અને ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. તેને તાકીદે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જો કે, ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. કાનપુરના ચકેરીના રહેવાસી સુબોધ શર્મા તેની પત્ની અંજુ શર્મા અને બે બાળકો સાથે ચિડિયાઘરની મુલાકાતે ગયા હતા.
ત્યારે એક હ્રદયસ્પર્શી અકસ્માત થયો, જેમાં તેમની પત્ની અંજુ શર્માનું ટ્રેનમાંથી પડીને કરૂણ મોત નીપજ્યું. મહિલાની પુત્રી અદિતિનો આરોપ છે કે, “ડ્રાઇવરે ટ્રેન ચાલુ કરી ત્યારે માતા ટ્રેનમાં ચઢવા જ જતી હતી. આ કારણે માતાએ કાબૂ ગુમાવ્યો અને નીચે પડી ગઈ. ઘણી વખત બૂમો પાડવા છતાં પણ ડ્રાઇવરે ટ્રેન રોકી નહીં. હું ચીસો પાડી રહી હતી. પરંતુ ટ્રેન ઉભી ન રહી. મારી નજર સામે જ ટ્રેન માતાને કચડીને ચાલી ગઈ હતી. આ ઘટના અંગે એસીપીએ જણાવ્યું હતું કે મહિલા તેના પરિવાર સાથે ફરવા ગઈ હતી.
તે જ સમયે ટ્રેનમાંથી પડી ગઇ અને ગંભીર રીતે ઘાયલ થઇ. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, તેની પાંસળીઓ તૂટીને તેના દિલમાં પ્રવેશી હતી, જેના કારણે આંતરિક રક્તસ્રાવ થયો હતો. માથા સહિત આખા શરીરે વધુ ગંભીર ઈજાઓ પહોંચી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોતનું કારણ વધુ પડતો રક્તસ્ત્રાવ છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ વાતની પુષ્ટિ થશે.
સુબોધની 44 વર્ષીય પત્ની અંજુ શર્મા ઉન્નાવની એક પ્રાથમિક શાળામાં શિક્ષિકા હતી. શનિવારે આખો પરિવાર પિકનિક માટે ચિડિયાઘર ગયો હતો. ત્યારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ બાળકોને ટોય ટ્રેનમાં બેસવાનું કહેવામાં આવ્યું હતું. માતા-પિતાએ બાળકોને ટ્રેનમાં બેસાડ્યા. આ પછી અંજુ પણ ટ્રેનમાં ચઢવા લાગી, આ દરમિયાન ટ્રેનના ડ્રાઈવરે ટ્રેનને આગળ ધપાવી, જેને કારણે અંજુ ટ્રેક પર પડી જતાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અકસ્માત બાદ ચિડિયાઘરમાં ચકચાર મચી ગઈ હતી.
તે બાદ રવિવારે ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે તપાસ કરી અને ત્યાં સુધી ઝૂ મેનેજમેન્ટે ટ્રેનને ઘટનાસ્થળે જ ઊભી રહેવાનો આદેશ આપ્યો હતો. વર્ષ 2014થી ઝૂમાં બાળકો અને પ્રવાસીઓને લઈ જવા માટે ટોય ટ્રેન ચલાવવામાં આવી રહી છે. આ પહેલા એક વખત ટ્રાયલ દરમિયાન ટોય ટ્રેન પલટી ગઈ હતી. તેની મહત્તમ ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે. સામાન્ય રીતે તેને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવે છે.