અમદાવાદમાં પત્નીએ પતિ પર કરી 35 હજારના ભરણ-પોષણની અરજી, કોર્ટે આપનાવ્યું એવું આકરું વલણ કે હવે પત્નીને જ પતિને આપવા પડશે 25 હજાર, જુઓ

પતિએ છૂટાછેડા માટે અરજી કરી તો પત્નીએ ભરણપોષણ માગ્યું, કોર્ટે પતિને 25 હજાર ચૂકવવા પત્નીને આદેશ કર્યો

Wife will pay 25 thousand to the husband : ગુજરાત સમેત દેશભરમાં કોર્ટની નાદાર છૂટાછેડાના ઘણા બધા કેસ ચાલતા હોય છે. ત્યારે મોટાભાગના કિસ્સાઓમાં કોર્ટ મહિલા તરફેણમાં જ ચુકાદો આપતી હોય છે. જયારે પત્ની પતિ પર ભરણ પોષણ માટે અરજી કરે ત્યારે કોર્ટ પણ આ અરજીને માન્ય કરતી હોય છે, પરંતુ હાલ આમદાવાદની એક કોર્ટે એવો હુકમ કર્યો છે જેને સૌને ચોંકાવી દીધા છે. કોર્ટે આકરું વલણ અપનાવી પત્નીને તેના પતિને ખર્ચ પેટે રૂ.25 હજાર 2 મહિનામાં ચૂકવવા આદેશ આપ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

કોલેજમાં ભણતી યુવતી સાથે કર્યા લવ મેરેજ :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર નોરોડા વિસ્તારમાં રહેતા એક યુવકને કોલેજની અંદર જ તેની સાથે ભણતી એક યુવતી સાથે પ્રેમ થયો હતો. જેના બાદ બંને લગ્ન કરવા માંગતા હતા, યુવતીઓ પોતાના પરિવારજનોને આ વાત જણાવી પરંતુ તેમને આ લગ્નનો વિરોધ કર્યો, જેના અબ્દ બંનેએ 2014માં પરિવાર વિરુદ્ધ જઈને લગ્ન કરી લીધા. યુવક પોતાની માતા સાથે રહેતો હતો. લગ્નના થોડા સમય બાદ જ પત્ની નાની નાની વાતોને લઈને યુવક અને તનેય માતા સાથે ઝઘડતી હતી.

ભાડાના ઘરમાં રહેવા કરતી દબાણ :

જેના બાદ યુવતી યુવકને ભાડાના ઘરમાં રહેવા માટે પણ દબાણ કરતી હતી. યુવક કહેતો કે મારી માતાની ઉંમર થઈ ગઈ છે, આટલી ઉંમરે તેને છોડીને અલગ રહેવા જવું ન જોઈએ, તેની સેવા કરવી જોઈએ.’ પરંતુ યુવતી સમજવા માટે તૈયાર થતી નહોતી, જેના કારણે કંટાળીને યુવકે ભાડાનું મકાન લીધું અને ત્યાં રહેવા માટે ગયા. જ્યાં વર્ષ 2015માં યુવતીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો. પરંતુ આ દરમિયાન પણ યુવક અને યુવતી વચ્ચે નાના મોટા ઝઘડા ચાલતા જ રહેતા હતા.

પતિ અને તેની માતાને માર્યો માર :

આ ઝઘડા વચ્ચે જ યુવતીને પોતાના પિયરિયાં જોડે સમાધાન થઇ ગયું અને યુવતી ત્યાં રહેવા માટે ચાલી ગઈ,. જયારે યુવક અને તેની માતા પોતાના બાળકોને મળવા માટે યુવતીના પિયરમાં ગયા ત્યારે ત્યાં પણ તેમની સાથે ઝઘડો કરવામાં આવ્યો અને તેમને કાઢી મુકવામાં આવ્યા. આ દરમિયાન યુવકે પત્નીના નામે સંયુક્ત માલિકીનું મકાન પણ ખરીદ્યુ હતું. જેમ તેમ કરી સમજાવી પત્ની અને બાળકોને તે આ મકાનમાં લઇ આવ્યો. ત્યારે થોડા સમય પછી યુવતીના પરિવારજનો ત્યાં આવ્યા અને ઝઘડો કરી યુવક અને તેની માતાને માર મારી બાળકો અને તેમની દીકરીને લઈને ચાલ્યા ગયા.

કોર્ટે કર્યો અનોખો હુકમ :

જેના બાદ યુવકે કંટાળીને ફેમલી કોર્ટમાં છૂટાછેડા માટેની અરજી કરી હતી. જેની સામે પત્નીએ પતિ વિરુદ્ધ દર મહિના ખાધા ખોરાકી માટે 35 હજાર રૂપિયાની માંગણી કરી હતી. કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન યુવકે કહ્યું હતું કે હું મોબાઈલ રીપેરીંગનું કામ કરી અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચાલવું છું, તેમજ પત્ની બાળકોને મળવા નથી દેતી અને તેને સ્વેચ્છાએ મારો ત્યાગ કર્યો છે અને મારી વૃદ્ધ માતાની સેવા ચાકરી કરનાર હું એકલો જ છું.  યુવકની રજુઆત સાંભળીને પત્ની દ્વારા કરવામાં આવેલ ખાધા ખોરાકીની અરજી ફગાવી દીધી અને પત્નીને ખર્ચ પેટે 25 હજાર રૂપિયા તેના પતિને 2 મહિનામાં ચૂકવવા આદેશ આપ્યો.

Niraj Patel