નમ્યા વગર નમસ્કાર! ગજબનું દિમાગ, નમ્યા વગર જ પત્નીએ કર્યા પતિના ચરણસ્પર્શ, જોઈને તમને પણ લાગશે નવાઈ, જુઓ વીડીયો

આજકાલ આધુનિક યુગમાં રોજબરોજ સોશિયલ મીડિયામાં અનેક વીડીયો વાઇરલ થતાં હોય છે જે આપણે જોતાં હોઈએ છીએ.અનેક રમૂજી વીડીયો અથવા તો અજબગજબનું દિમાગ લગાવી કામ કરતાં વીડિયો પણ આપણે જોઈએ છીએ, કે જે જોઈને આપણને પણ નવાઈ લાગે. હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક છોકરીએ પોતાના પતિના પગ સ્પર્શ કરવા નીચે ઝૂક્યા વિના જ તેમના આશીર્વાદ મેળવવાની રીત શોધી કાઢી. છોકરીનો આ વીડિયો જોઈને લોકો તેના આ ગજબના આઇડિયાને સલામ કરી રહ્યા છે

વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરી તેના પતિની આરતી કરી રહી છે. બાદમાં તિલક કરે છે. જ્યારે તેના પતિના પગ સ્પર્શ કરી આશીર્વાદ મેળવવાનો સમય આવે છે ત્યારે તે જબરું દિમાગ લગાવે છે. તે નમ્યા વિના તેના પતિના ચરણ સ્પર્શ કરે છે અને તેમના આશીર્વાદ લે છે. વાસ્તવમાં, છોકરી તેના પતિના પગને સ્પર્શ કરવા માટે નીચે ઝૂકવાને બદલે, તેનો મોબાઇલ ફોન કાઢી અને તેના પગનો ફોટો કેમેરામાં કેદ કરે છે. બાદમાં તેને પગે લાગે છે. પત્નીના પગ સ્પર્શ કરવાની આ રીત જોઈને પતિ પણ ચોંકી ઉઠે છે. અને તેના પર ફૂલો વરસાવે છે.

જણાવી દઈએ કે આ વીડીયો લોકોનેખૂબ જ પસંદ આવી રહ્યો છે, આ છોકરીની રીત જોઈ ઘણા લોકોએ આ વીડિયો પર કોમેન્ટ પણ કરી છે. જ્યાં એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરીને લખ્યું – આ દીદી ટેકનોલોજીનો યોગ્ય રીતે ઉપયોગ કરી રહી છે. બીજાએ લખ્યું – ટેકનોલોજી… ટેકનોલોજી… ટેકનોલોજી… ત્રીજાએ લખ્યું – આ એક મોટો નવો યુગ છે, ભાઈ. ચોથાએ લખ્યું – હે ભગવાન, કળિયુગ આવી ગયો છે? એ સારું છે કે આપણે નમવું નહીં પડે. પાંચમાએ લખ્યું – આધુનિક યુગમાં બીજું શું જોવાનું બાકી છે. તમારું આ વીડીયોને લઈને શું કહેવું છે.

Raina
error: Unable To Copy Protected Content!