ભારતના લોકો ખરેખર મહાન: ટ્રેનમાં ખોવાયેલુ પર્સ ગુજરાતીને મળ્યુ, 4 દિવસ પછી પરત કર્યુ તો રડી પડી અમેરિકી મહિલા, જુઓ

ગુજરાતના ભુજમાં એક અમેરિકન પ્રવાસી સ્ટેફ સાથે હૃદયસ્પર્શી ઘટના બની. સ્ટેફનું પાકીટ ટ્રેનમાં ખોવાઈ ગયું પણ એક સ્થાનિક દુકાનદાર ચિરાગે તેને મદદ કરી. ચિરાગને પાકીટ મળી ગયું અને તેણે સ્ટેફને સુરક્ષિત રીતે પહોંચાડ્યું. આ ઘટના ભારતના આતિથ્યના સિદ્ધાંત ‘અતિથિ દેવો ભવ’ ને પ્રતિબિંબિત કરે છે.

ઇન્સ્ટાગ્રામ યુઝર @animuchx એ આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે જે હવે વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં, સ્ટેફ ચિરાગને આભાર તરીકે થોડા પૈસા આપવા માંગે છે, પરંતુ ચિરાગ નમ્રતાથી ના પાડી દે છે. સ્ટેફે કહ્યું, “ભારતથી ઘણીવાર નકારાત્મક સમાચાર સાંભળવા મળે છે, પરંતુ અહીં ઘણી સારી બાબતો પણ થઈ રહી છે. ચિરાગ જેવા વધુ લોકો હોવા જોઈએ.” તેમના શબ્દો લોકોના હૃદયને સ્પર્શી ગયા.

17 એપ્રિલે શેર કરાયેલા આ વીડિયો પર ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે લખ્યું, “ભારતમાં, મદદ કરનાર વ્યક્તિ પૈસા લેવાથી ગુસ્સે થઈ શકે છે.” બીજા એક યુઝરે કહ્યું, “મને ગર્વ છે કે મારો જન્મ કચ્છમાં થયો. ચિરાગે કચ્છ અને ભારતની સાચી ભાવના દર્શાવી.” એક અન્ય યુઝરે પોતાની કહાની શેર કરતા કહ્યું, “થોડા દિવસ પહેલા મારા બાળકનું સોનાનું બ્રેસલેટ એક હોટલમાં ખોવાઈ ગયું હતું.

જ્યારે મેં ફોન કર્યો ત્યારે હોટલના સ્ટાફે મને કહ્યું કે તે સુરક્ષિત છે. અમને તે બીજા દિવસે મળી ગયું. ભારતમાં દરેક જગ્યાએ સારા અને ખરાબ લોકો છે. મારા ભારતને ખોટું ના સમજો.” એક યુઝરે લખ્યું, “ચિરાગ જેવા લોકો માત્ર પ્રવાસીઓના દિલ જ જીતતા નથી પણ ભારતની સકારાત્મક છબી દુનિયા સમક્ષ લાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Animuchx (@animuchx)

Shah Jina
error: Unable To Copy Protected Content!