સોશિયલ મીડિયામાં ક્યારે શું વાયરલ થઇ જાય તેની ખબર નથી રહેતી, હાલમાં એક મજેદાર વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં ટ્રેનના પ્લેટફોર્મ પર પાપા કી પરી રીલ બનાવતી જોવા મળી રહી છે, જો કે થોડા સમય પછી ત્યાં ઊભેલા એક કાકા તેનું આ વર્તન જોઈને પોતાની ધીરજ ગુમાવી દે છે અને યુવતીને રોકે છે.
શરૂઆતમાં કાકા શાંતિથી તેની હરકત જોવે છે પણ જયારે યુવતી હદ ઓળંગે છે ત્યારે કાકા તરત જ રોકે છે અને કહે છે કે રેલવે સ્ટેશન જેવી જાહેર જગ્યા એ રીલ બનાવવાનો સ્થળ નથી. કાકા યુવતીને ધક્કો મારતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે. કાકાના આ પગલાને કારણે યુવતી ગુસ્સે થઈ જાય છે અને કાકા પર ચીસો પાડી પાગલ કહે છે. આ દૃશ્ય ઉગ્ર વાદવિવાદનો રૂપ લઈ લે છે અને યુવતી પોલીસ બોલાવવાની ધમકી આપે છે, જો કે કાકા તેને ફરીથી ઠપકો આપે છે.
આ વીડિયો @gharkekalesh એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. યુઝર્સ આ વીડિયો પર જુદી-જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈએ કાકાની તરફેણ કરી છે તો કોઈએ વીડિયોને સ્ક્રિપ્ટેડ કહ્યો છે. એક યુઝરે લખ્યું: “કાકા બિલકુલ સાચા છે, રીલ બનાવી હોય તો યોગ્ય જગ્યા પસંદ કરો.” જ્યારે બીજાએ લખ્યું- “રીલના દીકરાઓને હવે પાઠ શીખવાનો સમય આવી ગયો છે.”
Kalesh b/w Uncle and a girl over making reel on railway platform. pic.twitter.com/rz7G9m3F4O
— Ghar Ke Kalesh (@gharkekalesh) March 13, 2025