વાયરલ

ભાઇ બીવી હો તો એસી….સવારે ઉઠતા જ પતિના પગને માથા પર લગાવી લીધો આશીર્વાદ, વાયરલ થઇ રહ્યો છે વીડિયો

સવારે ઉઠતા જ પતિના પગને માથા પર લગાવી લીધો આશીર્વાદ, વાયરલ થઇ રહ્યો છે સંસ્કારી પત્નીનો વીડિયો

સોશિયલ મીડિયા પર લગભગ દરરોજ અલગ અલગ વીડિયો વાયરલ થતા રહે છે. જેમાંના કેટલાક ફની, તો કેટલાક ચોંકાવનારા તો કેટલાક લગ્નના અને કેટલાક પતિ-પત્ની વીડિયો હોય છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર એક વીડિયો ખૂબ જોવામાં આવી રહ્યો છે. વીડિયો અત્યાર સુધી અલગ અલગ પ્લેટફોર્મ પર લાખો લોકો જોઇ ચૂક્યા છે અને લાઇક કરી ચૂક્યા છે. નેટિજન્સ પણ આ વીડિયોની ઘણી પ્રશંસા કરી રહ્યા છે.

આ વીડિયોમાં એક છોકરી જેના હાથમાં ચૂડો જોઇ શકાય છે અને તેણે સાડી પહેરી છે તે સવારે ઉઠી સૌથી પહેલા તેના પતિના ચરણ તરફ થાય છે અને પગને માથા પર લગાવી આશીર્વાદ લે છે. તે બાદ તે ઘરના બીજા કામ કરે છે. સવારે ઉઠી પતિના પગ સ્પર્શ કરી આશીર્વાદ લેવાનો આ વીડિયો લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક છોકરીએ બ્લૂ સાડી પહેરી છે, તે સવારે ઉઠી તેના પતિના પગ પરથી બ્લેનકેટ ઊંચુ કરે છે

અને પછી તેને પકડી માથા પર લગાવી આશીર્વાદ લે છે. તે કેટલીક સેકન્ડ સુધી પતિના પગને આવી રીતે માથા પર લગાવી રાખે છે. પત્ની જ્યારે આશીર્વાદ લઇ ઊભી થાય છે ત્યારે તે એકવાર પગ સ્પર્શી આશીર્વાદ લે છે. આ બાજુ પતિ આરામથી બેડ પર સૂતો રહે છે અને સૂતા સૂતા જ હાથ ઊંચો કરી આશીર્વાદ આપે છે. સોશિયલ મીડિયામાં આ પત્નીને સંસ્કારી પત્ની જણાવવામાં આવી રહી છે.

આ વાયરલ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર bhutni_ke_memes નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આના પર ઘણા યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે કે અમને પણ આવી પત્ની જોઇએ. એક યુઝરે મજેદાર કમેન્ટ કરી લખ્યુ- આવી પત્ની માત્ર રીલમાં મળે છે, રિયલ લાઇફમાં તો ભૂલી જાઓ. એક કમેન્ટમાં યુઝરે લખ્યુ- વાહ શું વાત છે.

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)