નશામાં ટુન્ન થઇ ગયો પતિ? પત્નીએ નશો ઉતારવા માટે કર્યું એવું જબરદસ્ત કામ કે વીડિયો જોઈને લોકો પણ રહી ગયા હેરાન

પત્નીએ એવી રીતે ઉતાર્યો પતિનો નશો કે વીડિયો જોઈને તમે પણ હસી હસીને બઠ્ઠા વળી જશો…જુઓ ફન્ની વીડિયો

નશો કરવો એ સ્વાથ્ય માટે હાનિકારક છે એ વાત જાણતા હોવા છતાં પણ ઘણા લોકો નશામાં ધૂત રહેતા હોય છે. ઘણા લોકોને તો એ હદ સુધી નશો કરવાની આદત પડી જતી હોય છે કે તેમને નશો કર્યા બાદ કોઈ વસ્તુનું ભાન પણ નથી રહેતું, ઇન્ટરનેટ પર આવા ઘણા લોકોના વીડિયો પણ તમે જોયા હશે જે નશામાં ટુન્ન થઈને રખડતા હશે.

ત્યારે ઘણીવાર લોકોને નશો ચઢી જાય પછી તે ભાન ભૂલે છે અને પછી તેના મિત્રો અને પરિવારજનો તે વ્યક્તિનો નશો ઉતારવા માટે અલગ અલગ પ્રયાસો પણ કરતા હોય છે, ત્યારે હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં એક પત્ની પોતાના પતિનો નશો ઉતારવા માટે જબરદસ્ત જુગાડ કરતી જોવા મળે છે.

આ ક્લિપ ટ્વિટર હેન્ડલ એલ ચીકી નામના યુઝર્સ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવી હતી અને સ્પેનિશમાં કેપશનમાં લખવામાં આવ્યું “નશો છોડાવવાનો ઉપાય.” વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે કથિત પતિ-પત્ની પાણીમાં છે અને પુરુષ પાણીમાં પલાંઠી વાળીને બેસી ગયો છે. જ્યારે પત્ની તેના માથા પર કેટલાક પાંદડા વડે મારતી જોવા મળે છે.

જેના બાદ તે પતિને  પાણીમાં ડુબાડી દે છે. તે આ પ્રક્રિયા વારંવાર કરે છે. લાગે છે કે આ પત્ની આ રીતે પતિના નશામાંથી મુક્ત કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આ ક્લિપને અત્યાર સુધીમાં 56 હજારથી વધુ વ્યૂઝ અને એક હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. તો ઘણા લોકો તેમાં કોમેન્ટ પણ કરી રહ્યા છે.ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

Niraj Patel