કસાઇઓને બોલાવીને પતિના કરાવ્યા સાત ટુકડા, પછી કોથળામાં ભરી દીધા હાથ-પગ, કારણ જાણીને પોલીસ પણ દંગ

આવી ક્રૂર મહિલા હોય? શું કળયુગ આવ્યો છે…!!! કસાઈઓને બોલાવીને પત્નીએ પતિના અંગો કાપ્યા, દીકરાએ પણ કરી મદદ અને છેલ્લે તો

પતિ-પત્નીનો સંબંધ પવિત્ર હોવાની સાથે સાથે ખુબ નાજુક પણ હોય છે, આ સંબંધમાં પ્રેમ વિશ્વાસ, લાગણી વગેરેની જરૂરિયાત રહે છે. પણ ક્યારે આ સંબંધમાં વિશ્વાસ તૂટી જાય અને ક્યારે શું થઇ જાય એ કઈ કહી ન શકાય અને ઘણીવાર તે જાનલેવા પણ સાબિત થાય છે, એવી જ એક ચોંકાવનારી ઘટના મધ્યપ્રદેશના ઈંદૌરમાંથી સામે આવી છે. અહીં મહિલાએ પોતાના જ પતિને મારવાનો એવો પ્લાન બનાવ્યો કે જાણીને તમે પણ ધ્રુજી ઉઠશો.

ઇન્દોર શહેરમાં કૃષ્ણા નામનો ટ્રક ડ્રાઈવર પત્ની સપના અને દીકરા પ્રશાંત સાથે રહેતો હતો. પોલીસના કહેવા પ્રમાણે આરોપી સપનાએ 5 ફેબ્રુઆરીના રોજ કૃષ્ણાની હત્યા કરી હતી અને તેના શરીરને અનેક ભાગમાં કાપ્યા હતા જેમાના અમુક ભાગ પોલીસ બરામત કરી ચુકી છે.

પોલીસે જણાવ્યું કે આરોપી મહિલાએ દીકરા અને બે કસાઇઓ સાથે મળીને શવના ટુકડા કર્યા છે, જેના બાદ ધડને ઘરની પાસે દાંટી દીધું હતું અને શરીરના બાકીના ભાગ કોથળામાં ભરીને જંગલમાં ફેંકી દીધા હતા. પોલીસે ધડ જપ્ત કરી લીધું છે પણ જંગલમાં ફેંકેલો સામાન જપ્ત કરી શક્યા નથી.પોલીસે જણાવ્યું કે સપનાના બંને કસાઇઓ રિઝવાન અને ભવ્યુ સાથે અવૈધ સંબંધ હતા અને તેની પતિને જાણ થતા તે તેના સંબંધમાં આડે આવી રહ્યો હતો જેને લીધે સપનાએ બંને પ્રેમીઓ સાથે મળીને હત્યાને અંજામ આપ્યો હતો.

5 ફેબ્રુઆરીએ સપનાએ જમવામાં દાળ-બાટી બનાવી હતી અને તેમાં ઊંઘની 5 ગોળીઓ ભેળવી હતી. જમ્યા પછી કૃષ્ણાને તરત જ ઊંઘ આવવા લાગી અને જેવો જ સૂતો કે રિઝવાન અને ભવ્યુ આવ્યા અને શરીરના ટુકડા કર્યા અને આ કામમાં સપનાના દીકરાએ પણ સાથ આપ્યો હતો.ઘટનાને અંજામ આપીને બને કસાઇઓ મસ્જિદમાં છુપાઈ ગયા હતા. પોલીસે ખુબ તપાસ કરતા બંને આરોપીની ધરપકડ કરી હતી અને સપનાને પણ કસ્ટડીમાં લેવામાં આવી હતી.જો કે સપનાને પતિની મૌતનો કોઇ અફસોસ નથી.સપનાએ કહ્યું પતિ તેના પ્રેમ આડે આવી રહ્યો હતો માટે તે હત્યા ન કરે તો શું કરે!

Krishna Patel