ગુજરાતમાંથી ઘણીવાર હત્યા, આત્મહત્યા, ચોરી, લૂંટફાટ સહિત અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ સામે આવતી રહે છે. ઘણીવાર અકસ્માતે મોત થયાના પણ અહેવાલ સામે આવતા હોય છે. આ ઉપરાંત ઘણીવાર કોઇ હોસ્પિટલમાં સ્ટાફ કે પછી ડોક્ટરના બેદરકારીને કારણે કોઇનું મોત નિપજ્યુ હોવાનું પણ સામે આવતુ હોય છે. ત્યારે હાલમાં આવો જ એક કિસ્સો સુરતના સરથાણામાંથી સામે આવ્યો છે, જેમાં સરથાણાની આનંદ હોસ્પિટલમાં કાપોદ્રાની પરિણીતાનું એપેન્ડિક્સના ઓપરેશન બાદ મોત થયુ હતુ. પરણિતાના મોત બાદ પરિવારે ડોક્ટરો સહિતના સ્ટાફની બેદરકારીના તેનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. પરિવારે પેનલ પીએમની માંગ કરી હતી અને પોલીસે પેનલ પીએમ કરાવ્યુ પણ હતું.

પરંતુ મૃત્યુના 30 કલાક જેટલો સમય થઇ ગયો હોવા છત્તાં પણ મૃતદેહ પરિવાર દ્વારા સ્વીકારવામાં આવ્યો ન હતો. ન્યાય ન મળે ત્યાં સુધી પરિવારે મૃતદેહ નહીં સ્વીકારવાની જીદ પકડી હતી. ઘટનાની વિગત જોઇએ તો, કાપોદ્રામાં રહેતા 25 વર્ષીય પ્રિયંકાબેનને એપેન્ડીક્ષના ઓપરેશન માટે સરથાણા જકાતનાકા વિસ્તારની એક ખાનગી ઓર્થોપેડિક અને સર્જીકલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ગઈકાલના રોજ બપોરે ત્રણ વાગ્યા આસપાસ તેમનું મોત થયુ હતું. તેના મોચ બાદ પરિવારજનો હોસ્પિટલની બહાર ભેગા થયા FIR તેમજ ગુનો નોંધવાની માગ કરી.

તેમણે પરણિતાનો મૃતદેહ પણ સ્વીકાર્યો ન હતો. જોકે સમાજના આગેવાનોએ પીએમ સહિતની કાર્યવાહી પૂર્ણ કરી લેવા અંગે સમજાવતા રાત્રે 1 વાગ્યે મૃતદેહને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. મૃતક પરણિતાના પતિ અને પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, એનેસ્થેસિયાના ડોકટરની ગંભીર ભૂલના લીધે પરણિતાનું મોત થયું છે. ડોકટર દ્વારા વધુ પડતો ડોઝ આપી દેવાના કારણે પરણિતાને ઓપરેશન બાદ ભાન ન આવ્યુ. જણાવી દઇએ કે, પ્રિયંકાબેનના લગ્ન ત્રણ વર્ષ પહેલા જ થયા હતા. 25 તારીખના રોજ તેનું ઓપરેશન થયુ હતું અને પછી તબિયત લથડતાં તેનું મોત નીપજ્યું હતું.

પહેલા તો એવું કહેવામાં આવ્યુ હતુ કે, 30 મિનિટમાં તે ભાનમાં આવી જશે પણ આખરે તેનું મોત થયું. મૃતકના પતિએ જણાવ્યુ કે, ઓપરેશન બાદ સ્ટાફે એવું કહ્યુ કે, 30 મિનિટમાં ભાન આવશે, ત્યારબાદ કહ્યુ 1 કલાક પછી ભાનમાં આવશે પરંતુ ત્રીજીવાર ઉદ્ધાતાઈભર્યું વર્તન કરી કહ્યુ કે, 3 કલાકમાં ભાનમાં આવશે.
આ વાતની જાણ ડોક્ટરને કરી અને તેમ છત્તાં પણ કરવા તેઓએ પ્રિયંકાને જોઈ નહિ. ડૉક્ટર પાસે 2 વાર ગયા બાદ પતિ અને તેના કાકાને પ્રિયંકાનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જણાવવામાં આવ્યુ. તેણે કહ્યુ- પ્રિયંકાનું મોત વધારે પડતું ક્લોરોફોર્મ સુંઘાડવાથી થયું છે. પોલીસે પેનલ પીએમ કરાવી FSL સેમ્પલ લઈને કાર્યવાહી હાથ ધરી છે.
તો આપણે જાણીએ આજે કે એપેન્ડિક્સ શું હોય છે?
એપેન્ડિક્સ એ આપણા પેટના નીચેના ભાગમાં લેફ્ટ સાઈડ મોટા આંતરડા સાથે જોડાયેલું હોય છે. આ લગભગ 4 ઇંચ લાંબું હોય છે. શરીરમાં તેનો કોઈ વિશેષ ઉપયોગ નથી. પેટમાં સોજો આવવો, પેટના નીચેના ભાગમાં અસહ્ય દુખાવો થતો હોય તો સમજી લેવું કે આ સમસ્યા એપેન્ડિસાઇટિસ છે. જો સમયસર તેની સારવાર કરાવવામાં ન આવે તો એપેન્ડિક્સ ફાટવાની શક્યતા પણ રહે છે.
આ બીમારીના શરૂઆતના તબક્કામાં તાવ આવે અને પેટના નીચેના ભાગમાં નાભિની આસપાસ તીવ્ર દુખાવો થાય છે. આગળ જતા આપણા પેટના જમણા ભાગમાં થવા લાગે છે. આ સાથે ઊલટી થવી, ઊબકા આવવા, ભૂખ ન લાગવી, ઠંડી લાગવી જેવી સમસ્યાઓ સર્જાય છે.