હાઈપ્રોફાઈલ મોજ શોખ પુરા કરવા પત્નીએ પતિને તરછોડ્યો, સંતાનો સામે પરપુરુષોને ઘરે બોલાવી હદો વટાવી, ચોંકવનારો કિસ્સો
ગુજરાતમાંથી ઘણીવાર અવૈદ્ય સંબંધોના કિસ્સા સામે આવે છે, જેમાં કેટલાક તો એવા હોય છે કે જે ચકચારી જગાવતા હોય છે. હાલમાં જ એક કિસ્સો ગાંધીનગરમાંથી સામે આવ્યો જેમાં હાઈપ્રોફાઈલ લાઈફ અને શોખ પૂરો કરવા માટે એક મહિલાએ તમામ હદો પાર કરી દીધી.
ગાંધીનગરની એક પરિણિતાએ પોતાના મોજશોખ પૂરા કરવા પતિ અને સંતાનોને તરછોડી હાઈપ્રોફાઈલ લાઈફ જીવવાનું શરૂ કરી દીધું. તે પર પુરુષો સાથે સંબંધો બાંધતી અને પોતાના મોજ શોખ પૂરા કરતી. જેનાથી ત્રાસી ઘરમાં રહેતી સગીરવયની દીકરીએ અભયમની ટીમનો સંપર્ક કર્યો અને પછી તેની અભયમ ટીમે પૂછપરછ કરી તો ચોંકવનારી વિગતો સામે આવી. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)
ઘટનાની પ્રાપ્ત જાણકારી અનુસાર, ગાંધીનગરમાં રહેતી પરિણિતા પતિ નોકરી પર જતો તે પછી તે પણ બહાર જતી રહેતી અને આ સમયગાળા દરમિયાન તે પરપુરુષોને મળતી. જે બાદ પતિ પરત ફરે ત્યારે ફરીથી ઘરે આવી જતી. જો કે, આવું ઘણા વર્ષો સુધી ચાલ્યું પણ એક દિવસ પતિને શંકા જતા તેણે પત્નીના કૃત્યો પર નજર રાખવાનું શરૂ કર્યું અને પતિ સાથે ઘણીવાર આ બાબતે પરિણિતાને ઝઘડો પણ થયો, પણ તે બહાના બનાવતી અને વાત ટાળી દેતી.જો કે, ઘરકંકાશ વધતા તેણે લાજ શરમ નેવે મૂકી કુકૃત્ય આચરવાનું શરૂ કર્યુ.
પરિણિતા ત્યારપછી સંતાનોની હાજરીમાં ઘરે પરપુરુષોને બોલાવતી અને ગંદા કામ કરતી. પતિ અને પત્ની વચ્ચે આ બાબતે વધારે ઝઘડો થતા પતિએ તેના પર હાથ ઉપાડ્યો અને ઘરેલુ હિંસાનો ભોગ બનતા પરિણિતાએ કાયદાની સહાયતા લીધી. વૈભવી જીવનશૈલી જીવવા માટે તેણે પતિ સાથે સંબંધો તોડવાનું પણ મન બનાવી લીધું હતું પણ તે બાળકોને પોતાની સાથે રાખવા માગતી હતી.
જો કે, બાળકોને પરિણિતાએ પોતાની પાસે જ રાખ્યા અને પતિ સામે કોર્ટ કેસ કરી પરિણિતાએ તેને ઘર છોડવા મજબૂર કર્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા. ત્યારપછી પરિણિતાને મોકળુ મેદાન મળતા તે ઘરે પરપુરુષોને બોલાવવા લાગી અને સગીરવયની દીકરીને પણ તમામ વસ્તુની જાણ થઈ.
જો કે, જે પરપુરુષો ઘરે આવતા તે સગીર દીકરી પર પણ નજર ખરાબ કરતા અને કેટલીકવાર પરિણિતા તેની દીકરીને રૂમમાં પૂરીને જતી રહેતી અને નાનો ભાઈ પણ આના કારણે મુશ્કેલીમાં મુકાયો. પરંતુ બંને સંતાનોએ વિરોધ કરતા તો પરિણિતા તેમને માર મારતી. ત્યારે આ મામલે કંટાળીને દીકરીએ અભયમની ટીમને જાણ કરી અને 181 અભયમની ટીમે ઘણુ સમજાવ્યું પરંતુ પરિણિતા માની નહીં. સંતાનો અને માતા બંને એકબીજા સાથે રહેવા માગતા નહોતા અને તેથી સગીર દીકરીને સખી વન સ્ટોપના આશ્રયગૃહમાં મોકલવમાં આવી.