રાજકોટમાં બગીચાની બહાર પ્રેમિકા સાથે બેઠેલા પતિને રંગેહાથ ઝડપી લીધો પત્નીએ, પછી મચાવી એવી જોરદાર ધમાલ કે જુઓ વીડિયો

રાજકોટમાં રેસકોર્ષમાં પતિને અન્ય સ્ત્રી સાથે જોતા જ પત્નીએ કર્યુ ઢીશુમ ઢીશુમ, જાહેરમાં ધોલાઈ કરી જુઓ વીડિયો

Wife caught husband with lover in Rajkot : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પતિ પત્ની અને વોના મામલાઓ સામે આવી રહ્યા છે. ઘણા મામલાઓમાં પતિ અથવા પત્ની પોતાના પાર્ટનરને કોઈની સાથે રંગેહાથ ઝડપી લે છે અને પછી જોવા જેવી થતી હોય છે. ત્યારે હાલ એક એવી જ ઘટના રંગીલા રાજકોટમાંથી સામે આવી છે. જ્યાં એક પત્નીએ પોતાના પતિને તેની પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપી લીધો હતો અને પછી તો એવી માથાકૂટ થઇ કે તેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

પત્નીએ પતિને રંગેહાથ ઝડપ્યો :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગત 4 ઓગસ્ટના રોજ રાજકોટના રેસકોર્સ રિંગરોડ પર એક યુવક અને યુવતી એક બેન્ચ પર બેઠા બેઠા વાતો અને હળવી મસ્તી કરી રહ્યા હતા. ત્યારે જ આ દરમિયાન એક મહિલા પણ ત્યાં આવી ચઢે છે અને જબરદસ્ત હોબાળો મચાવે છે. આ મહિલા બીજું કોઈ નહીં પરંતુ બેન્ચ પર બેઠેલા પુરુષની પત્ની હોવાનું સામે આવ્યું. જેના બાદ  મહિલાએ તેના પતિ અને સાથે બેઠેલી યુવતીનો પણ ઉધડો લીધો હતો.

પત્નીને હતી પતિ પર શંકા :

મહિલાને છેલ્લા ઘણા સમયથી તેના પતિ પર શંકા હતી. તેને પતિની બદલાયેલી હરકતોના કારણે તેના પર વોચ રાખવાનું શરૂ કર્યું. જેના બાદ ગત રોજ બપોરે તેને જાણ થઇ કે તેનો પતિ રેસકોર્સ પાસે કોઈ યુવતી સાથે બેઠો છે. જેના બાદ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તે રિંગ રોડ પર જ્યાં પતિ બેઠો હતો ત્યાં પહોંચી ગઈ અને પછી પતિને રંગેહાથ ઝડપી લીધો. પત્નીએ તે યુવતીને લાફી પણ ઝીંકી દીધા હતા અને પતિનો કોલર પણ પકડ્યો હતો.

પ્રેમિકાને પણ ચખાડ્યો મેથીપાક :

ત્યારે આ ઘટનાનો વીડિયો કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો, જેના બાદ તેને સોશિયલ મીડિયામાં શેર કરતા તે ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે. વીડિયોમાં પત્નીનું ઉગ્ર રૂપ પણ જોવા મળી રહ્યું છે.  રણચંડી બનેલી પત્નીએ જે બાંકડા પર પતિ બેઠો હતો ત્યાં જઈને બંનેને રંગેહાથ ઝડપ્યા અને પછી પતિનો કોલર પણ પકડી તેની બેગને પણ બાંકડા પરથી નીચે નાખી દીધી. આ દરમિયાન પતિની બાજુમાં બેઠેલી તેની પ્રેમિકા દૂર ચાલી ગઈ તો તેને પણ પકડીને લાફાનો સ્વાદ ચખાડ્યો હતો.

Niraj Patel