પોતાની જ નણંદના અશ્લીલ ફોટો મોકલતી હતી સૈનિકની પત્ની, આ રીતે આખી ઘટના આવી સામે

પત્નીની શરમજનક કરતૂત! સૈનિક પતિને નણંદના ગંદા ગંદા ફોટો મોકલતી હતી પત્ની, કારણ છે ખુબ વિચિત્ર

આજકાલ સોશિયલ મીડિયાનું ચલણ ખુબ જ વધ્યું છે જેના કારણે છેતરપિંડી અને બ્લેકમેલિંગના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે. એવો જ એક કિસ્સો હાલ ખુબ જ ચર્ચાઈ રહ્યો છે જેમાં ભાભી જ નણંદની તસવીરો લઈને પોતાના સૈનિક પતિને અલગ અલગ વોટ્સએપ દ્વારા મોકલી અને બ્લેકમેઇલ કરતી હતી. આ શરમજનક ઘટના બની છે મધ્યપ્રદેશના ઇન્દોરમાં. જેમાં એક સૈનિકની પત્ની જ પોતાની નણંદની બીભત્સ તસવીરો લઈને પોતાના પતિને મોકલતી રહી અને આ ઘટનાનો ભાંડો ફૂટતા પત્નીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

રાજ્ય સાયબર સેલનેમળેલી ફરિયાદમાં જેમાં એક સૈનિકને તેની બહેનની તસવીરો અલગ અલગ વૉટ્સએપ દ્વારા મોકલવામાં આવતી હતી. જેના બાદ સાયબર સેલ દ્વારા તસવીરો મોકલનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સાયબર સેલ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવતા તસવીરો મોકલનાર વ્યક્તિનું લોકેશન જબલપુરમાંથી મળી આવ્યું, જ્યારે તસવીરો મોકલનાર વ્યક્તિની ઓળખ થઇ ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તસવીરો મોકલનાર બીજું કોઈ  નહીં પરંતુ સૈનિકની પત્ની જ હતી.

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે પત્ની તેના પતિ પાસેથી સૈન્યમાંથી રાજીનામુ ઇચ્છતી હતી, અને છૂટાછેડા માટે તેને ફેમેલી કોર્ટની અંદર કેસ પણ દાખલ કરાવ્યો હતો. જેના કારણે તે પોતાના જ પતિને બ્લેકમેલ કરી રહી હતી. આ પહેલા પણ આરોપી પત્નીના ભાઈ વિરુદ્ધ પણ  2019માં સાયબર સેલની અંદર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ હવે આ બાબતે વધારે તપાસ કરી રહી છે.

YC