અચાનક ચટણી લગાવી થર્મોકોલના ટુકડા કેમ ખાવા લાગ્યા લોકો ? જોવા મળ્યો ટ્રેંડ- ધડાધડ શેર થઇ રહ્યો છે વીડિયો

આખરે કેમ થર્મોકોલના ટુકડા ખાઇ રહ્યા છે લોકો ? સોશિયલ મીડિયા પર ચાલ્યો અજીબ ટ્રેંડ

સોશિયલ મીડિયા પર ઘણીવાર અજીબોગરીબ ટ્રેન્ડ આવતા રહે છે, જેમાં વિવિધ ચેલેન્જીસ આપવામાં આવે છે. જેમ કે ક્યારેક કસરતની તો ક્યારેક મસાલેદાર મરચાં ખાવાની… આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આવા જ બીજા એક વિચિત્ર ટ્રેન્ડની ચર્ચા થઈ રહી છે. આ ખાસ ટ્રેન્ડમાં લોકો પેક્ડ પિનટ્સ ખાઈ રહ્યા છે. ઘણા લોકો આ પેક કરેલી વસ્તુઓ ખાતા હોય તેવા વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આ પેકિંટ પીનટ શું છે અને લોકો તેને શા માટે ખાઈ રહ્યા છે ? તમે જોયું જ હશે કે કોઈપણ વસ્તુને પેક કરતી વખતે, બબલ પેપર અથવા કેટલાક થર્મોકોલના ટુકડા અથવા ઉત્પાદનોનો ઉપયોગ તેને તૂટવાથી બચાવવા માટે કરવામાં આવે છે જેથી વસ્તુને નુકસાન ન થાય.

આ હેતુ માટે, ઘણા લોકો પ્લાસ્ટિક અથવા થર્મોકોલના કેટલાક ટુકડાઓ અથવા ગોળાનો ઉપયોગ કરે છે, જેને પેકિંગ પીનટ્સ કહેવામાં આવે છે. હવે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં લોકો તેને ખાતા સમયે તેમના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. આના ઘણા વીડિયો સોશિયલ પ્લેટફોર્મ ટિકટોક પર શેર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, ઘણા લોકો માને છે કે આ પેકિંગ પીનટ્સને નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે. જો તમને રાત્રે ભૂખ લાગે, તો તમે આ ખાઈ શકો છો.

તમે વિચારતા હશો કે લોકો આ પ્લાસ્ટિકના ટુકડા કે થર્મોકોલ કેવી રીતે ખાઈ શકે છે. પરંતુ તેમના ખાવા પાછળનું કારણ એ છે કે કેટલીક પેકિંગ પિનટ્સ બાયોડિગ્રેડેબલ હોય છે અને ખાઈ શકાય છે. તેમની દલીલ એ છે કે આ મોંમાં ઓગળી જાય છે અને શરીરને કોઈ નુકસાન પહોંચાડતી નથી. સોશિયલ મીડિયા પર આ સંબંધિત કેટલાક વીડિયો છે, જેમાં આ પિનટ્સ પર પાણી રેડવામાં આવે ત્યારે તે ઓગળી જતી બતાવવામાં આવી છે. હવે લોકો માને છે કે આ ઓગળી જાય છે, અને લોકો તેને આનંદથી ખાઈ રહ્યા છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!