ક્રિકેટ નહિ કંઇક બીજુ કરવામાં લાગતુ હતુ ક્રિકેટર મિતાલી રાજનું દિલ, 38 વર્ષની ઉંમરમાં પણ નથી કર્યા લગ્ન, જણાવ્યુ કારણ

38 વર્ષ થઇ ગયા છે તો પણ કેમ કુંવારી છે ક્રિકેટર મિતાલી? આ છે તેમનો ‘પહેલો પ્રેમ’ જુઓ મિતાલીની બ્યુટીફૂલ તસવીરો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજના નામે ઘણા રેકોર્ડ છે. તેમને ભારતીય મહિલા ક્રિકેટની સચિન તેંદુલકર પણ કહેવામાં આવે છે. તે ક્રિકેટના બધા ફોર્મેટમાં 20 હજાર રન બનાવનારી પહેલી મહિલા ક્રિકેટર છે. આવા અનેક રેકોર્ડ તેમના નામે છે. જો કે, જે રમતમાં તેમણે દેશનું નામ ઊંચુ કર્યુ છે, તે સ્પોર્ટ્સ તેમનો પહેલો પ્રેમ હતો જ નહિ. મિતાલી રાજ તેમના પિતાની જીદને કારણે ક્રિકેટર બન્યા. તેમને તો ડાંસથી પ્રેમ હતો.

મિતાલી બાળપણથી જ ડાંસર બનવા માંગતી હતી. તે ભરતનાટ્યમની ટ્રેનિંગ પણ લઇ ચૂક્યા છે. પરંતુ તેમના નસીબમાં ક્રિકેટ ક્ષેત્રમાં પરચમ લહેરાવવાનું હતુ. મિતાલીના મોટા ભાઇ અને પિતા પણ ક્રિકેટર છે. બાળપણમાં તેમના ભાઇ જયારે ક્રિકેટની ટ્રેનિંગ લઇ રહ્યા હતા ત્યારે તે કયારેક કયારેક હાથ અજમાવી લેતી હતી.

કહેવાય છે કે, હીરાની પરખ જોહરીને જ હોય છે. મિતાલી નામના આ હીરાની પરખ જોહરી ક્રિકેટર જયોતિ પ્રસાદે કરી હતી. મિતાલી જયારે 10 વર્ષની હતી ત્યારે જયોતિ પ્રસાદે તેની પ્રતિભા ઓળખી લીધી હતી. વર્ષ 1992માં હૈદરાબાદ સ્થિત સેંટ જોન સ્કૂલમાં કોચિંગ કેંપ લાગ્યો હતો. 10 વર્ષની મિતાલી રાજ પણ ત્યાં હતી

ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ જયોતિ પ્રસાદ પહેલીવાર નેટ્સમાં બોલિંગ કરી રહ્યા હતા. ત્યારે સામે મિતાલી રાજ હતી. મિતાલી રાજ તેમના બોલ પર ખૂબ જ સારી રીતે રમી રહી હતી. જયોતિ પ્રસાદને તે સમયે લાગ્યુ હતુ કે આ છોકરી આગળ જઇ દેશનું નામ રોશન કરશે. તેમણે મિતાલી રાજને નિયમિત ટ્રેનિંગ લેવાની સલાહ આપી.

મિતાલી રાજના પિતા પણ આ ઇચ્છતા હતા. શરૂઆતમાં મિતાલી બંને નાવ પર સવાર રહી. એટલે કે તે ક્રિકેટ અને ડાંસ પ્રેક્ટિસ બંને કરતી હતી. પંરતુ તે બંને ક્ષેત્રમાં પ્રભાવિત હતી. આ માટે પિતા ઇચ્છતા હતા કે તે ક્રિકેટને પસંદ કરે. દીકરીનું કરિયર બનાવવા માટે મિતાલીની માતાએ તેમની નોકરી પણ છોડી દીધી હતી.

દીકરી પણ માતા-પિતાની ઉમ્મીદો પર ખરી ઉતરી અને દેશ-દુનિયામાં પોતાનું અને દેશનું નામ રોશન કર્યુ. ત્રણ ડિસ્મેબર 1982ના રોજ રાજસ્થાનના જોધપુરમાં જન્મેલી મિતાલી રાજે હજી સુુધી લગ્ન નથી કર્યા. આટલી ઉંમર હોવા છત્તાં પણ તેનું લગ્ન ન કરવાનું ખાસ કારણ છે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર મિતાલી રાજને પૂછવામાં આવ્યું કે, શું તમારા મગજમાં લગ્નનો વિચાર આવ્યો હતો? ત્યારે મિતાલીએ હસીને કહ્યું, ‘ઘણા સમય પહેલા, જ્યારે હું ઘણી નાની હતી… ત્યારે મારા મગજમાં આ વિચાર આવ્યો. તેણે તેની હસીને દબાવીને કહ્યું, ‘પણ હવે જ્યારે હું પરિણીત લોકો સાથે વાત કરું છું ત્યારે આ વિચાર મારા મગજમાં નથી આવતો. હું સિંગલ રહીને ખૂબ જ ખુશ છું.

મિતાલીએ 1999માં આયર્લેન્ડ સામેની મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તે મેચમાં તેણે 114 રન બનાવ્યા હતા. મિતાલીએ 2002માં ઈંગ્લેન્ડ સામેની મેચથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તે મેચમાં તેણે 407 બોલમાં 19 ચોગ્ગાની મદદથી 214 રન બનાવ્યા હતા. મિતાલી પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 209 રન બનાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના કિરન રોલ્ટનના નામે હતો.

Shah Jina