લખનઉ કેસ પહેલા પણ ઘણીવાર પુરુષો બન્યા છે મહિલાનું વિક્ટમ કાર્ડ, જરૂર વાંચજો આ 4 કિસ્સા

4 એવા હાદસા જેમાં છોકરીઓએ નિર્દોષ મર્દોની જગજાહેર આબરૂ કાઢી અને….3 નંબરને જોઈને મગજ ફાટી જશે

એક સિક્કાની બે બાજુઓ હોય છે પરંતુ ત્યારે નહિ જયારે એક પુરુષ પર મહિલા દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો હોય, તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવી હોય. લોકો ઘણીવાર એવું માની લે છે કે, પુરુષે જ કંઇ કર્યુ હશે કે એક મહિલાને પ્રતિક્રિયા આપવી પડી. એક મહિલાના રૂપમાં એ વાત સાંભળીને ઘણી હેરાની લાગી કે કેવી રીતે લખનઉની એક મહિલાએ નિર્દોષ કેબ ડ્રાઇવર સાથે મારપીટ કરી. તેને પરેશાન કર્યો.

તેણે મહિલાને ન માર્યુ અને એક શબ્દ પણ ના કહ્યો. કદાચ એ ડરી ગયો હતો કે તેણે કંઇ કહ્યયુ તો તે મહિલા સાથે સાથે કદાચ બીજા કોઇ પણ હુમલો કરી દે. આ દુખદ વાત છે કે કોઇએ પણ કેબ ડ્રાઇવરનો બચાવ કરવા માટે કંઇ ન કર્યુ. અહીં સુધી કે ત્યં ઊભેલ પોલિસકર્મી પણ નહિ. મહિલા સશક્તિકરણના નામ પર પુરુષોના અધિકારોથી સમજોતો કરવો કે શોષણ કરવુ એ નારીવાદ નથી.

આવી મહિલાઓ જે પોતાની ભૂલથી બચવા માટે વિક્ટમ કાર્ડ રમે છે અને ખોટી રીતે નિર્દોષ પુરુષને જવાબદાર ઠેરવ છે તે જાણે છે કે તેઓ ખોટુ કરી રહ્યા છે.આ પહેલીવાર નથી કે જયારે એક મહિલા હોવાનો અનુચિત લાભ ઉઠાવવામાં આવ્યો હોય, આ પહેલા પણ ઘણીવાર પુરુષની પ્રતિષ્ઠા, છવિ અને તેના કરિયરને ગંભીર નુકશાન પહોંચ્યુ છે.

રોહતક સિસ્ટર્સ કોન્ટ્રોવર્સી 2014 : બસમાં ત્રણ યુવકો પર છેડખાનીનો આરોપ લગાવનાર બહેનોના સમાચાર ઘણા ચર્ચામાં રહ્યા હતા. છોકરાઓએ જણાવ્યુ કે, તેમણે છોકરીઓને એક વૃદ્ધ મહિલા માટે સીટ છોડવા કહ્યુ હતુ અને જેના પર તેઓ ચર્ચા કરવા લાગ્યા અને તેમની પર છેડછાડનો આરોપ લગાવી દીધો.

જસલીન કૌર હેરેસમેન્ટ કેસ 2015 : દિલ્લીનો ચકચારી કેસ જયાં એક મહિલા જસલીન કૌરે સર્વજીત સિંહ પર રસ્તા પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યુ કે, તેને સિગ્નલ પાર કરવાથી રોકવામાં આવી અને ગંદી ટિપ્પણી પણ કરવામાં આવી. તેણે સોશિયલ મીડિયા પર તસવીર પોસ્ટ કરી અને સીએમ સહિત બધાથી પ્રશંસા મેળવી.

સિંહે કહ્યુ કે, તે લેફ્ટ ટર્ન લઇ રહ્યા હતા, જેની અનુમતિ રેડ સિગ્નલ પર આપવામાં આવી હતી. તેમણે કોઇ પણ અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો નથી. તેમની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ જસલીન કૌરે ઘણીવાર નિવેદન બદલ્યા જેને અદાલતે અવિશ્વસનીય માન્યા અને સંદેહ પેદા થયો ઘટનાના ચાર વર્ષ બાદ તેઓ નિર્દોષ સાબિત થયા હતા.

બોય્ઝ લોકર રૂમ કોન્ટ્રોવર્સી 2020 : આ ઇન્ટરનેટનો સૌથી મોટો ઘોટાળો હતો, જેમાં દિલ્લીના સ્કૂલના બાળકો સામેલ હતા. જેના પર સોશિયલ મીડિયા પર બોય્ઝ લોકર રૂમ નામની એક ચેટ ગ્રુપ રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જયાં કિશોર છોકરાઓએ નાબાલિગ છોકરીઓની તસવીર પોસ્ટ કરી હતી. ત્યાર બાદ આ બાબતે ખુલાસો થયો હતો કે સિદ્ધાર્થ નામનો છોકરો વાસ્તવમાં એક નકલી આઇડીનો ઉપયોગ કરનાર છોકરી હતી.

બેંગલુરુ બ્લોગર અને ઝોમેટો ડિલીવરી બોય 2021 : આ મામલો બેંગલુરુની એક મહિલા દ્વારા ઝોમેટો ડિલીવરી બોય વિરૂદ્ધ લગાવવામાં આવેલ આરોપોનો છે. જે ઇન્ટરનેટ પર ઘણો ચર્ચામાં રહ્યો હતો. મહિલા બ્લોગરના કહેવા અનુસાર ફૂડ ડિલિવરી લેટ થઈ હોવાને કારણે તેણે ઓર્ડર કેન્સલ કરી દીધો હતો. એની થોડીવાર પછી જ ડિલિવરી બોય જમવાનું લઈને ઘરે પહોંચ્યો હતો, પરંતુ જ્યારે તેણે ડિલિવરી લેવાની ના પાડી તો ડિલિવરી બોય એટલો ગુસ્સે થઈ ગયો અને તેણે મહિલાના ચહેરા પર એક પંચ મારી દીધો હતો.

મહિલાના નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. લખનઉ કેબ ડ્રાઇવરની જેમ આ પણ એક માસૂમ, ગરીબ માણસ હતો. જે તેનું કામ કરી રહ્યો હતો પરંતુ તેને વિવાદમાં ફસાવવામાં આવ્યો. પોલિસે તો તેની ધરપકડ પણ કરી લીધી હતી. જો કે, તે બાદ હકિકત સામે આવતા ઝોમેટો ડિલીવરી બોય નિર્દોષ સાબિત થયો હતો.

લખનઉ કેબ ડ્રાઇવર 2021 : હાલ જે મામલો સોશિયલ મીડિયા પર ખૂબ ચગ્યો છે, તે લખનઉનો છે, જયાં એક મહિલા દ્વારા કૂદી કૂદીને એક કેબ ડ્રાઇવરને થપ્પડ મારવામાં આવ્યા હતા. આ ઘટનાની વીડિયો સામે આવ્યા બાદ હકિકત જાણવા મળી હતી કે તે કેબ ડ્રાઇવર નિર્દોષ હતો. આવા કેટલાક ઉદાહરણો હતા, જયાં પુરુષો વિક્ટમ કાર્ડ રમનાર મહિલાઓ માટે ચારો બની ગયા અને તેમને સમ્માન અને પ્રતિષ્ઠા ઉપરાંત ઘણુ ખોવુ પડ્યુ.

Shah Jina