80 વર્ષની માતાને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યો દીકરો, પછી થયું એવું કે.. તસવીરો તમને પણ ભાવુક કરી દેશે ….

કોરોના સન્ક્ર્મણના કારણે હવે હોસ્પિટલો ભરાઈ રહી છે. ત્યારે હવે એમ્બ્યુલન્સ અને શબ વાહિનીઓ માટે પણ રાહ જોવી પડે છે. આ દરમિયાન યુપીના કન્નૌજ જિલ્લામાંથી એક ભાવુક કરી દેનારો કિસ્સો સામે આવ્યો છે.

કન્નૌજની જિલ્લા હોસ્પિટલમાં આવેલી એક 80 વર્ષની વૃદ્ધ મહિલાને વ્હીલ ચેર ના મળી. ઘણીવાર સુધી રાહ જોયા પછી દીકરાએ પોતાની માતાને પોતાની પીઠ ઉપર ઊંચકી લીધી અને સારવાર માટે ફરતો રહો. જેની તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે.

ઘણા કર્મચારીઓએ તેને જોઈને નજર અંદાજ કર્યો. કનપુરના બિલહૌર નિવાસી રામ વિલાસની 80 વર્ષીય માતા શાંતા દેવીની તબિયત ઘણા દિવસથી ખરાબ ચાલી રહી હતી. રામ વિલાસ તેની માતાનો ઈલાજ કરાવવા માટે હોસ્પિટલ આવ્યો હતો.

રામ વિલસે જણાવ્યું કે હોસ્પિટલમાં ઘણા લોકોને કહેવા છતાં પણ વ્હીલ ચેર ઉપલબ્ધ ના થવા ઉપર તે માતાને પીઠ ઉપર ઊંચકીને જ આમ તેમ ભટકતો રહ્યો. તેને જણાવવામાં આવ્યું કે શુગરની તપાસ બીજા માળે કરવામાં આવે છે.

પોતાની માતાને પીઠ ઉપર ઊંચકી અને તે તપાસ કરવા માટે બીજા માળે પહોંચ્યો. અહીંયા તપાસ કરાવ્યા બાદ તે ડોક્ટર પાસે લઇ ગયો. તો આ બાબતે સીએમએસ ડોક્ટર શક્તિ બાસુનું ક્હેવું છે કે ઇમર્જન્સીમાં એક વ્હીલ ચેર દરેક સમયે ઉપલબ્ધ રહે છે.

તો આ બાબતે પ્રભારી એસએસએમ ડોક્ટર રવિન્દ્ર કુમારનું કહેવું છે કે આ આરાપો નિરાધાર છે, પર્નાતું આ પ્રકરણ ધ્યાનમાં આવ્યું છે. જેની તપાસ કરવામાં આવશે. તપાસ બાદ આગની કાર્યવાહી કરવામાં આવશે.

Niraj Patel