WhatsApp લાવ્યુ ગજબનું ફીચર, પ્રોફાઇલ ફોટો લગાવવાની અસલી મજા તો હવે આવશે બોસ…!

WhatsApp ના સૌથી સારા ફિચર્સમાંથી એક તેની પ્રોફાઈલ ઈમેજ છે. સામાન્ય ભાષામાં તેને ડીપી અથવા ડિસ્પ્લે પિક્ચર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફીચર એટલું લોકપ્રિય છે કે તેના માટે માર્કેટમાં ઘણી એપ્સ ઉપલબ્ધ છે. યુટ્યુબ પર સારા ડીપી બનાવવાના ઘણા ટ્યુટોરિયલ્સ પણ ઉપલબ્ધ છે.

જો કે, ઘણીવાર તેનો બિનજરૂરી ઉપયોગ પણ થાય છે. મતલબ, કોઈની પણ પ્રોફાઈલ ઈમેજ લો અને પછી એડિટ બટન દબાવો. જેના કારણે ઘણી વખત લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ હવેથી આવું નહીં થાય. વાસ્તવમાં, WhatsApp એ પ્રોફાઈલ પિક્ચર્સના સ્ક્રીનશોટ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે.

મેટા-માલિકીના મેસેજિંગ પ્લેટફોર્મે DP સ્ક્રીનશૉટ બ્લૉક કરવાની સુવિધા શરૂ કરી છે. જો કે એપ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ કેટલાક યુઝર્સ એપના સ્ટેબલ વર્ઝનમાં ફીચર જોઈ રહ્યા છે. ડીપી સ્ક્રીન શોટ બ્લોક કરવાનું ફીચર ઘણા સમયથી એપના બીટા વર્ઝના તરી રહ્યુ છે, પરંતુ હવે ઘણા યુઝર્સ તેનો ઉપયોગ કરી શકે છે.

એન્ડ્રોઇડ સેન્ટ્રલે આ ફીચર શોધી કાઢ્યું છે. તેમના કહેવા પ્રમાણે, જો કોઈ યુઝર કોઈના પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીનશૉટ લેવાનો પ્રયાસ કરે છે, તો સ્ક્રીન પર લખેલું આવશે, “can’t take a screenshot due to app restrictions.” મતલબ કે ડીપીનો સ્ક્રીનશોટ નહિ લઇ શકાય. ઘણા યુઝર્સના વોટ્સએપમાં આ ફીચર શરૂ થઇ ગયુ છે અને ટૂંક સમયમાં તમામ યુઝર્સને આ ફીચર મળી જશે.

Shah Jina