જો ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપ ફાઇનલ મેચ થાય છે ટાઇ તો? જાણો નવો નિયમ

World Cup 2023 Final: વર્ષ 2019 વર્લ્ડ કપ ફાઇનલ તો તમને યાદ જ હશે, જે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી. આ મુકાબલામાં એવો પળ હતો જ્યારે ક્રિકેટ રસિયાઓએ દાંત નીચે આંગળી દબાવી દીધી હતી. જે રીતે વિજેતા ટીમનો નિર્ણય કરવામાં આવ્યો હતો, તેનાથી ઘણા લોકો નાખુશ હતા.

પહેલા મેચ ટાઈ થઇ અને પછી સુપર ઓવર રમાઇ, એ પણ ટાઈ થઇ અને પછી બાઉન્ડ્રી કાઉન્ટ દ્વારા વિજેતા ટીમ પસંદ કરાઇ. આને લઇને ઘણો વિવાદ પણ થયો હતો. જો કે, આ વખતે જો ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં આવું કંઇક થાય છે તો બાઉન્ડ્રી કાઉન્ટ દ્વારા વિજેતા ટીમ પસંદ નહિ કરવામાં આવે. કારણ કે વિવાદ બાદ ICCએ કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે.

ગયા વખતે શું થયું હતું?

વર્ષ 2019માં વર્લ્ડ કપની ફાઈનલ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. લંડનના લોર્ડ્સમાં રમાયેલી ફાઇનલ મેચ ટાઈ રહી હતી. આ પછી ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે સુપર ઓવર રમાઈ હતી. સ્થિતિ એવી હતી કે સુપર ઓવર પણ ટાઈ થઈ હતી. આ પછી, બાઉન્ડ્રી કાઉન્ટના નિયમ અનુસાર ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. આ નિયમ તે સમયે ઘણો વિવાદાસ્પદ હતો. જેને ઓક્ટોબર 2019માં હટાવી દેવામાં આવ્યો.

બાઉન્ડ્રી કાઉન્ટ નિયમ લાગુ થશે નહીં

આ મેચમાં યોજાયેલી સુપર ઓવર પણ ODI ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ સુપર ઓવર હતી. તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2019ની ફાઈનલ બાદ વન-ડે ઈન્ટરનેશનલમાં 2 વધુ મેચ ટાઈ થઈ હતી, જેમાં સુપર ઓવર રમાઇ હતી. વિવાદના કારણે આ નિયમ હટાવી દેવામાં આવ્યો હતો એટલે કે આ વખતે જો વર્લ્ડ કપની ફાઈનલ મેચ સુપર ઓવર ટાઈ પછી થશે તો બાઉન્ડ્રી કાઉન્ટનો નિયમ લાગુ થશે નહીં.

વિજેતાની પસંદગી કેવી રીતે થશે?

જો ફાઈનલમાં મેચ ટાઈ થાય તો સુપર ઓવર આવશે પરંતુ જો સુપર ઓવર પણ ટાઈ થાય છે તો વિજેતાની પસંદગી બાઉન્ડ્રી કાઉન્ટ દ્વારા નહિ કરવામાં આવે, પરંતુ સુપર ઓવર કરવામાં આવશે. જ્યાં સુધી એક ટીમ જીતે નહીં ત્યાં સુધી સુપર ઓવર ચાલુ રહેશે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ થઈ ગયું કે ચાહકોને છેલ્લી વખતની જેમ બાઉન્ડ્રી કાઉન્ટ જેવા વિવાદાસ્પદ નિયમો જોવા નહીં મળે. આ રીતે જો આ વખતે નોકઆઉટ મેચમાં કોઈપણ મેચ ટાઈ થાય તો ચાહકોને બમણો રોમાંચ મળી શકે છે.

Shah Jina