લગ્નની અંદર મોજડી ચોરવાના રિવાજની અંદર કન્યાને બહેને વરપક્ષના લોકો સાથે કર્યો એવો કાંડ કે વીડિયો જોઈને પેટ પકડી લેશો

મોજડી ચોરવા દરમિયાન કન્યાની બહેનને થઇ ગઈ વરપક્ષ સાથે માથાકૂટ. કોલર પકડીને પછી કર્યું એવું કે.. જુઓ વીડિયોમાં

લગ્નની અંદર ઘણા બધા રિવાજો આપણે જોઈએ છીએ, જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે, લગ્નની અંદર એક ખાસ રિવાજ હોય છે જેની મજા બંને પક્ષ લેતા હોય છે અને તે રિવાજ છે મોજડી ચોરવાનો, જેમાં વરરાજાની સાળીઓ મોજડી ચોરે છે અને વરપક્ષના લોકો તેને બચાવવામાં લાગેલા હોય છે, આ રિવાજના ઘણા બધા વીડિયો આપણે જોયા હશે, પરંતુ હાલમાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે ખુબ જ અનોખો અને તમને પેટ પકડીને હસાવે તે પ્રકારનો છે.

લગ્નમાં મોજડી ચોરવાની વિધિ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ ધાર્મિક વિધિમાં સાળી તેના જીજાજીની મોજડીની ચોરી કરે છે અને તેમને પાછા આપવા માટે શગુન તરીકે તેમની પાસેથી પૈસાની માંગ કરે છે. લગ્ન દરમિયાન, વરરાજા તેના પગરખાંની પણ ચિંતા કરે છે અને વરરાજાના પરિવારના સભ્યો તેની સુરક્ષા રાખે છે. જો કે, ઘણી વખત વરરાજા મોજડીને સાચવવા કરવામાં નિષ્ફળ જાય છે. આ પછી, મોજડી મેળવવા માટે જે હંગામો થાય છે તે સમજાવી શકાય તેમ નથી.

આજના લગ્નોમાં મોજડી ચોરી વિધિ દરમિયાન વર અને કન્યાના પરિવારો વચ્ચે ઝપાઝપી જોવા મળે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે મોજડીની ચોરી દરમિયાન બંન્ને પક્ષના પરિવારો મોજડી છીનવવા માટે એકબીજા સાથે અથડામણ કરે છે. અડધો ડઝન જેટલા લોકોએ મોજડી છીનવી લેવાના પ્રયાસમાં એકબીજા સાથે ઉલઝાઈ જાય છે. એક બાજુ કન્યા પક્ષના લોકો મોજડીચોરી કરવા માંગે છે, તો બીજી બાજુ વર પક્ષના લોકો મોજડીને બચાવવા માંગે છે. આ ધમાલમાં એક છોકરીએ છોકરાઓનો કોલર પકડીને મોજડી છીનવી લીધી.

 

View this post on Instagram

 

A post shared by Kesha Sanghavi (@kesha_sanghavi)

જો કે, અંતે છોકરીના માણસો છોકરાઓ પાસેથી મોજડી છીનવી લે છે અને પછી તેમને મોજડી બતાવીને વિજયની ઉજવણી કરે છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર કેશા_સંઘવી નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયો અપલોડ થતાં જ લોકોએ તેને ઘણો પસંદ કર્યો. આ વીડિયોને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, ‘જ્યારે છોકરીઓની મારી ગેંગ 6 ફૂટ ઊંચા છોકરાઓ સામે જીતી ગઈ. મારી આર્મી ઓમ્પા લૂમ્પાસને ઘણો પ્રેમ’.

Niraj Patel