ખુલ્લેઆમ તૂટ્યા ગરીબની દીકરીના લગ્ન, દુલ્હાએ વરમાળા પહેરાવી પછી આ ભાભી સાથે કરી લીધા લગ્ન

ઘણીવાર કોઇ પરિવારમાં સંબંધને જોડવા માટે આટા-સાટા પ્રથા દ્વારા બાળકોના લગ્ન કરાવવામાં આવે છે અને આ દરમિયાન ઘણા એવા કિસ્સાઓ પણ સાંભળવા મળ્યા છે જે જાણીને કોઈપણ હેરાન રહી જાય. ઘણા કિસ્સાઓમાં તો આપણે જોયું છે કે માંડવે આવેલી જાન કોઈને કોઈ કારણસર પાછી પણ ચાલી ગઈ હોય અથવા તો કોઇ કારણસર કન્યાએ અથવા દુલ્હાએ લગ્ન કરવાની ના પાડી હોય. આવી જ એક ઘટના હાલ સામે આવી છે જે ચર્ચાનો વિષય બની છે.

આટા-સાટા પ્રથા અંતર્ગત એક ભાઈ અને બહેનના લગ્ન થવાના હતા. ત્યારે એક ગામમાં લગ્ન કરવા માટે આવેલ દુલ્હો વરમાળા બાદ ફરાર થઇ ગયો. ઘટના બાદ દુલ્હનના ભાઇના લગ્ન થવાના હતા તે પણ રદ થઇ ગયા. દુલ્હનના પરિવારજનોનો આરોપ છે કે વરમાળા અને ભોજન બાદ દુલ્હાના પિતાએ અચાનક દહેજની માંગ કરી અને જેને દેવામાં સમર્થ ન થવા પર દુલ્હો જાન લઇને ફરાર થઇ ગયો.

રાજસ્થાનના તારાપુર ગામમાં 3 જુલાઇના રોજ લગ્નમાં દુલ્હાએ દુલ્હનને વરમાળા પહેરાવી. આરોપ છે કે તે બાદ તેના પરિવારજનોએ અચાનક સવા લાખ રૂપિયા અને બાઇકની માંગ કરી. દુલ્હનના પિતાએ મજબૂરી જણાવી માંગને પૂરી ના કરવા પર હાથ જોડ્યા. આ બાજુ દુલ્હન દુલ્હાની રાહ જોતી રહી અને દુલ્હો ટોયલેટ કરવાના બહાને ફરાર થઇ ગયો. તે બાદ જાન પણ પાછી જતી રહી. ઘટનાની જાણ થતા જ દુલ્હા અને તેના પરિવાર વિરૂદ્ધ દુલ્હને કાર્યવાહી કરવાની એસપીને ફરિયાદ કરી.

દુલ્હાએ રવિવારના રોજ ઝૂંઝૂનું જઇને દુલ્હનની થનાર ભાભી સાથે લગ્ન કરી લીધા. 3 જુલાઇના રોજ દુલ્હો અજય ફરાર થયા બાદ દુલ્હન સુભિતા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચી હતી. લગ્નની તૈયારી માટે તેના પરિવાર દ્વારા ખર્ચ કરેલ 8-10 લાખ રૂપિયા પાછા અપાવવાની ફરિયાદ સોંપી અને અજય પર શારરીક અને માનસિક શોષણનો આરોપ પણ લગાવ્યો.

Shah Jina