CM ના હેલીકૉપટરમાં કરાવ્યું શૂટિંગ,તસવીરો વાઈરલ થઈ જુઓ
આજના સમયમાં લગ્નોની પ્રથા થોડી બદલાઈ છે. હવે લોકો લગ્ન પહેલા પ્રિ-વેડિંગ કરાવતા હોય છે. જેમાં લગ્ન કરનાર કપલ એકબીજા સાથે ફોટોશૂટ કરાવે છે. દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ બનાવવા માંગે છે. અને તેના માટે તે સારા સ્થળ અને સારી જગ્યાઓ પોતાના પ્રિ-વેડિંગમાં શૂટ કરાવે છે. ત્યારે હાલમાં એક મામલો ખુબ જ ચર્ચામાં છે જેમાં એક વ્યક્તિએ સીએમના હેલીકૉપ્ટરમાં પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું.

પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારના રોજ રાજધાની રાયપુરમાં એક દંપતી સ્ટેટ હેંગર સુધી પહોંચી ગયું અને હેલીકૉપ્ટરમાં ફોટોશૂટ કરાવ્યું. મુખ્યમંત્રીના હેલીકૉપ્ટરમાં ફોટોશૂટની તસવીરો સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો હતો. અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલની સુરક્ષામાં લાપરવાહીનો મોટો મામલો સામે આવ્યો હતો.

આ ઘટના બાદ 3 સદસ્યોની તપાસ ટીમનું ગઠન કરવામાં આવ્યુ અને એક ડ્રાઈવરને સસપેન્ડ કરી દેવામાં આવ્યો. સાથે જ આ સમગ્ર મામલાની વિસ્તૃત તપાસ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

ફોટોશૂટ કરાવનાર વ્યક્તિની ઓળખ ભાજપના નેતા સંકેત સાયના રૂપમાં કરવામાં આવી છે. સોમવારે સંકેત પોતાની પત્ની સાથે પોલીસ લાઈન સ્થિત સ્ટેટ હેન્ગરમાં ફોટોશૂટ કરાવ્યું હતું. થોડા દિવસ પહેલા જ સંકેતના લગ્ન થયા છે.
તો આ ફોટોશૂટને લઈને સીએમની સુરક્ષામાં ફરજ બજાવી રહેલા સુરક્ષાકર્મીઓ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે કે શું તેમને ફોટોશૂટ થતા નથી જોયું ? ભાજપના નેતા કેવી રીતે સ્ટેટ હેન્ગર સુધી પહોંચી ગયા ? કારણ કે સ્ટેટ હેન્ગરમાં સામાન્ય વ્યક્તિના પ્રવેશની અનુમતિ નથી હોતી.
राज्य शासन के हेलीकॉप्टर में प्री-वेडिंग शूट की एक घटना संज्ञान में आयी है।
मैं चाहता हूँ कि सम्बंधित अधिकारीगण इसकी जांच करें और सुनिश्चित करें कि ऐसी चूक भविष्य में न हो।साथ ही इस मामले को अब अधिक तूल न दें। मैं नव-दंपत्ति को सुखमय वैवाहिक जीवन की शुभकामना देता हूँ। खुश रहें।
— Bhupesh Baghel (@bhupeshbaghel) February 22, 2021
આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ સીએમ ભૂપેશ બધેલ દ્વારા પણ એક ટ્વીટ કરવામાં આવી છે. જેમાં તેમને નવદંપતિને શુભકામનાઓ પણ આપી છે. સાથે જ તેમને આ ઘટનાની તપાસ કરવા અને આવી ભૂલ ફરી ના થાય તેનું ધ્યાન રાખવા માટે જણાવ્યું છે.