આ વીડિયોએ તો આંખોમાં આંસુઓ લાવી દીધા, પોતાના ખોળામાં કન્યાને ઊંચકીને લગ્ન મંડપના ફેરા ફરતો જોવા મળ્યો વરરાજા, ફિલ્મોને પણ ટક્કર આપે એવી છે કહાની, જુઓ

સલામ છે આ વરરાજાને… અકસ્માતમાં કન્યાના પગને ફેક્ચર થયું તો પણ ઊંચકીને ફર્યો ચોરીના ફેરા, કહાની ભાવુક કરી દેશે.. જુઓ વીડિયો

groom carries injured bride : ફિલ્મોના શોખીન દરેક લોકો હોય છે. ઘણીવાર ફિલ્મોમાં એવી એવી કહાનીઓ બતાવવામાં આવે છે જેને જોઈને આપણે પણ પ્રભાવિત થઇ જઈએ. ખાસ કરીને એવી લવ સ્ટોરી (love Story) ઓ જોવા મળે છે જેને જોઈને સાચો પ્રેમ શું હોય એ સમજી શકાય છે. પરંતુ આવી લવ સ્ટોરી ફિલ્મોમાં જ બનતી હોય છે એવું પણ આપણા મનમાં ફિટ થઇ જાય છે.

થોડા સમય પહેલા આવેલી “મન” અને “વિવાહ” ફિલ્મની કહાની તમને યાદ જ હશે. જેમાં ફિલ્મનો હીરો કન્યાને ઉઠાવીને ચોરીના ફેરા ફરે છે. ત્યારે હાલ એવી જ એક કહાની રિયલમાં સામે આવી છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જે રીતે ફિલ્મ મનમાં આમિર અકસ્માત પછી મનીષાની સંભાળ લે છે અને પછી તેની સાથે લગ્ન કરે છે, લગભગ આ જ તર્જ પર પ્રતિક અને શતાક્ષી પણ લગ્ન કરે છે.

જણાવી દઈએ કે પ્રતિક અને શતાક્ષી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર શતાક્ષીના 90 હજારથી વધુ ફોલોઅર્સ છે. અહીં તેણે પોતાને ફિઝિયોથેરાપિસ્ટ ગણાવી છે. જ્યારે પ્રતિકે પોતાના બાયોમાં પ્રોફેસર લખ્યું છે. તાજેતરમાં, કપલે ઇન્સ્ટાગ્રામ પર શ્રેણીબદ્ધ વીડિયો શેર કરીને તેમની કહાની શેર કરી છે.

દંપતીએ જણાવ્યું કે લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. બધું બરાબર હતું. પરંતુ પછી એક અકસ્માતે આખી યોજના ખરાબ કરી દીધી. દુલ્હન બનનાર શતાક્ષી એક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેના પગમાં ફ્રેક્ચર થયું. તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. જેના કારણે લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હતા.

જ્યાં સુધી શતાક્ષી હોસ્પિટલમાં રહી ત્યાં સુધી પ્રતિકે તેની સંભાળ લીધી. હોસ્પિટલની દરેક નાની-મોટી જરૂરિયાત, રક્તદાન કરવાથી લઈને દરેક વસ્તુ માટે પ્રતિક હાજર રહેતો. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે પ્રતિકે તેની ભાવિ પત્ની શતાક્ષીને કેવી રીતે સપોર્ટ કર્યો. બે મહિના પછી જ્યારે શતાક્ષીના પગ પરથી પ્લાસ્ટર હટાવવામાં આવ્યું ત્યારે તેઓએ સગાઈની વિધિ પૂરી કરી.

ત્યારપછી દોઢ મહિના પછી આખરે તેઓ લગ્નના બંધનમાં બંધાયા. લગ્ન દરમિયાન પ્રતિકે શતાક્ષીને પોતાના ખોળામાં ઊંચકી હતી. કપલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેને 30 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. યુઝર્સ કપલની સ્ટોરી પર રિએક્શન આપી રહ્યા છે. એકે લખ્યું- હૃદય સ્પર્શી વાર્તા. બીજાએ કહ્યું “છોકરાના વખાણ કરવા જોઈએ, જેણે છોકરીનો સાથ ન છોડ્યો.” જ્યારે શતાક્ષીના વીડિયો પર કોમેન્ટ કરતાં પ્રતીકે લખ્યું “લોહીની શું વાત છે, મેં તને મારી જિંદગી આપી દીધી છે. મારા જીવનમાં આવવા બદલ આભાર !”

Niraj Patel