રાજયમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી વરસાદની આગાહી, જુઓ કયારે પડશે વરસાદ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘણા શહેરોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તો કેટલાક શહેરોમાં મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી રાજયમાં ઘણી જગ્યાએ વાદળછાયુ વાતાવરણ છે અને વરસાદ પણ હળવો કે મધ્યમ વરસી રહ્યો છે, ત્યારે હવે આગામી ત્રણ દિવસમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે લો પ્રેશર સક્રિય થતા હવે ગુજરાતમાં ફરી વરસાદની સંભાવની છે. 31 જુલાઇ બાદ હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજયમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત વલસાડ, પોરબંદર, નવસારી અને ગીર સોમનાથમાં પણ વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, દાદરાનગર હવેલી, રાજકોટ, દીવ-દમણ અને સુરત તેમજ વડોદરામાં પણ સારો એવો વરસાદ કરી શકે છે.

 

Shah Jina