વધુ એક આગાહી : ગુજરાતમાં ફરી એકવાર આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો તમારુ શહેર તો નથી ને…

રાજયમાં છેલ્લા ઘણા દિવસોમાં અનેક ઠેકાણે ઘણો વરસાદ વરસ્યો છે અને તેમાં પણ કેટલાક જિલ્લાઓ અને શહેરોમાં તો વરસાદે તોબા તોબા કરી દીધી હતી. ત્યારે હાલમાં રાજયમાં કેટલાક ઠેકાણે તડકો જોવા મળી રહ્યો છે ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઇને એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, રાજયના 6 જિલ્લામાં વાતાવરણ ડ્રાય રહેવાની શક્યતા છે અને તેમાં સુરેન્દ્રનગર, ભરૂચ, આણંદ, નર્મદા અને ભાવનગર તેમજ બોટાદ સામેલ છે.

આ ઉપરાંત વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ અને રાજકોટ તેમજ સુરતમાં હળવા વરસાદની આગાહી કરી છે. જણાવી દઇએ કે, અત્યાર સુધી તો રાજયમાં 70.07% વરસાદ તો નોંધાઇ ચૂક્યો છે. કચ્છમાં સિઝનનો સૌથી વધુ વરસાદ 117 % જ્યારે દક્ષિણ ગુજરાતમાં 82.46% વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 56.86% અને મધ્ય ગુજરાતમાં 61.65% તેમજ સૌરાષ્ટ્રમાં 61.97% વરસાદ નોંધાયો છે.

રાજ્યના 251 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં 31 તાલુકામાં 40 ઇંચથી વધારે અને 89 તાલુકામાં 20થી40 ઇંચ અને 100 તાલુકામાં 10થી 20 ઈંચ અને 31 તાલુકામાં 5થી 10 ઈંચ વરસાદ થયો છે. જણાવી દઇએ કે, આ પહેલા હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, આણંદ, ખેડા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. તો બીજી બાજુ વડોદરા, સુરત અને ડાંગમાં પણ કરાઇ હતી.

બીજા રાઉન્ડમા રાજયમાં ઘણો વરસાદ ખાબક્યો હતો, જેમા શનિવારની સવારના 6 વાગ્યા સુધીમાં પૂર્વ અમદાવાદમાં ચકુડિયા અને રામોલમાં 2.5 મિ.મી. મણિનગરમાં 11 મિ.મી. અને ઓઢવમાં 4.5 મિ.મી.તેમજ વિરાટનગરમાં 1.5 મિ.મી. અને વટવામાં 1 મિ.મી.વરસાદ પડ્યો હતો.

Shah Jina